AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : વિરમગામ અંધાપાકાંડ કેસમાં સુઓમોટો અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી,રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યુ

Ahmedabad : વિરમગામ અંધાપાકાંડ કેસમાં સુઓમોટો અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી,રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યુ

Ronak Varma
| Edited By: | Updated on: Feb 07, 2024 | 2:49 PM
Share

અમદાવાદના માંડલની રામાનંદ આંખની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીના રોજ 28 દર્દીના મોતિયાના ઓપરેશન કરાયા હતા.જો કે બાદમાં 17 દર્દીઓ તરફથી દેખાતુ ન હોવાની ફરિયાદ ઉઠી હતી, ત્યારે 17 જિંદગીઓની આંખની રોશની જતી રહ્યા બાદ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી.

અમદાવાદ જિલ્લાના વિરમગામ અંધાપાકાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓમોટો અરજી લેવામાં આવી હતી.જે પછી આ કેસમાં આજે પ્રથમ વખત સુનાવણી હાથ ધરાઇ. જે પછી રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં વિગતવાર સોગંદનામું રજૂ કરવામાં આવ્યું.

રાજ્ય સરકાર દ્વારા એડવોકેટ જનરલે જે માહિતી આપી છે તે મુજબ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈઓમાં સુધારો થતો હોવાની વાત જણાવવામાં આવી.અત્યાર સુધી 50 કે એનાથી વધુ બેડવાળી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ફરજિયાત હતું, તે અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.

હોસ્પિટલોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે

એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં નિવેદન આપ્યુ કે હવે રાજ્યના તમામ ક્લિનિક અને હોસ્પિટલોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ચેરીટેબલ ટ્રસ્ટ કે NGO તરફથી યોજાતા મેડિકલ કેમ્પનું પણ ફરજિયાત રજિસ્ટ્રેશન કરવા વિચારણા ચાલે છે. અંધાપાકાંડ જેવી ઘટનાઓ ન બને એ માટે સરકાર જરૂરી સુધારાત્મક પગલાં લેશે.

કોર્ટ મિત્રે પોતોના સૂચન રજૂ કર્યા

કોર્ટ મિત્ર જે નિમાયા છે તેમણે પણ પોતાના સૂચનો રજૂ કર્યા હતા. કોર્ટ મિત્રે જણાવ્યુ હતુ કે ડૉક્ટર્સની જવાબદારી નક્કી કરવી લગભગ અશક્ય છે. હાલના નિયમ અને જોગવાઈ ‘નખ વગરના વાઘ’ જેવા છે. સરકાર સુધારાત્મક પગલાં લે એ આવકારદાયક છે, પરંતુ સજા અને દંડની કડક જોગવાઈ પણ જરૂરી છે. સમગ્ર મામલે કોર્ટે નોંધ્યું કે ડૉક્ટર્સ જો કોર્પોરેટ કલ્ચર પ્રમાણે સેલેરી ઈચ્છતા હોય તો એ પ્રમાણે કામ કરે . આ કેસમાં 22 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે વધુ સુનાવણી હાથ ધરાશે.

મહત્વનું છે કે અમદાવાદના માંડલની રામાનંદ આંખની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીના રોજ 28 દર્દીના મોતિયાના ઓપરેશન કરાયા હતા.જો કે બાદમાં 17 દર્દીઓ તરફથી દેખાતુ ન હોવાની ફરિયાદ ઉઠી હતી, ત્યારે 17 જિંદગીઓની આંખની રોશની જતી રહ્યા બાદ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. આ વચ્ચે હાઇકોર્ટે પણ આ ઘટના પર નારાજગી દર્શાવી સુઓમોટો પિટિશન દાખલ કરી હતી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">