દિવાળીનાં તહેવાર માટે બનાવ્યો એક્શન પ્લાન, 800થી વધારે 108 એમ્બુલન્સ રહેશે સ્ટેન્ડબાય, જુઓ Video
તહેવારોનાં સમયે એક તરફ જ્યારે લોકો ઉજવણીમાં મસ્ત હોય છે ત્યારે અકસ્માતો સર્જાવવાની સંભાવના પણ વધે છે.ત્યારે 108 ઇમર્જન્સી સેવાએ દિવાળી માટે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે.
રાજ્યમાં દિવાળીનાં પર્વમાં ફટાકડાના કારણે આગ લાગવાની ધટના દાઝી જવાના કેસો વધુ પ્રમાણાં સામે આવે છે. આ સમયગાળામાં રોસ્તા પરનાં અકસ્માતોમાં વધારો પણ જોવા મળે છે. જેથી ઇમરજન્સી સર્વીસ 108 દિવાળીને લઇને ખાસ એક્શન પ્લાન સાથે તૈયાર છે.
તહેવારોમાં 108 ઇમરજન્સી સેવા સતર્ક
રાજ્યમાં 108 ઇમરજન્સી સેવા પાસે હાલ એક એર-એમ્બ્યુલન્સ, બે બોટ, 38 ICU ઓન વ્હિલ અને 800 એમ્બુલન્સ સહિત કુલ 841 એમ્બ્યુલન્સ કાર્યરત છે. દિવાળીના તહેવારોમાં રસ્તા પર વાહનોનાં અકસ્માત તો વધુ પ્રમાણમાં સર્જાય છે. તે સિવાય દાઝી જવાના, અકસ્માતે પડવા વાગવાના અને શ્વાસને લગતી તકલીફની પણ ફરિયાદોમાં વધારો જોવા મળે છે. દર્દીને જલ્દી સારવાર મળે તે માટે ખાનગી હોસ્પિટલો સહિત સરકારી હોસ્પિટલ સાથે સંકલન કરવામાં આવ્યું છે.
રાજ્યભરમાં 841 એમ્બુલન્સ કાર્યરત
શહેરો જ નહીં પણ કેટલાક નાના જિલ્લા અને ટાઉનમાં પણ દિવાળીનાં તહેવાર દરમિયાન વધુ લોકો ઉમટતા હોય છે. આવા જિલ્લાઓ અને તાલુકાઓમાં પણ અકસ્માતનાં કેસમાં 30થી 70 ટકા જેટલો વધારો નોંધાયો છે.તેવા વિસ્તારોમાં પણ 108 ઇમરજન્સી સેવાએ ખાસ તૈયારીઓ કરી રાખી છે. ભૂતકાળનાં આંકડાંઓથી અગમચેતી વાપરી 108 ઇમર્જન્સી સેવા લોકોની સેવા માટે ખડે પગે રહેશે.