વડોદરા : સિરપકાંડમાં 6 લોકોના મોતના જવાબદાર બે આરોપી પકડાયા, PCBએ કરી ધરપકડ, જુઓ વીડિયો
પકડાયેલા આરોપી નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી વડોદરાના રહેવાસી છે. નડિયાદ પોલીસે સિરપકાંડ મામલે ગુનો દાખલ કર્યો તે પૂર્વે જ ઇનપુટના આધારે વડોદરા ક્રાઇમ બ્રાંચ અને વડોદરા પોલીસની ટીમ નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણીને ટ્રેસ કરી રહી હતી. અંતે બંને આરોપી પોલીસ સકંજામાં આવી ગયા છે.
એક તરફ નશાકારક સિરપ પીવાથી 6 લોકોનાં મોત થવા મામલે પોલીસ એક્શમન મોડમાં છે.બીજી તરફ સિરપકાંડના બે આરોપીઓને વડોદરા પોલીસે ઝડપી લીધા છે. આરોપી નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણીની વડોદરા PCBએ ધરપકડ કરી છે. આરોપીની પુછપરછ હાથ ધરવામાં આવી છે.
આરોપી નાસતો ફરતો હતો
પકડાયેલા આરોપી નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી વડોદરાના રહેવાસી છે. નડિયાદ પોલીસે સિરપકાંડ મામલે ગુનો દાખલ કર્યો તે પૂર્વે જ ઇનપુટના આધારે વડોદરા ક્રાઇમ બ્રાંચ અને વડોદરા પોલીસની ટીમ નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણીને ટ્રેસ કરી રહી હતી. જો કે નીતિન કોટવાણીએ ગોરવામાં જે મકાનમાં રહેતો હતો, તે મકાન વેચી દીધુ હતુ. જેના કારણે તેનો શોધવો મુશ્કેલ બન્યો હતો.જો કે તેના સગા સંબંધીની પુછપરછ અને સર્વેલન્સના આધારે તેનું લોકેશન લુણાવાડા લોકેટ થયુ હતુ અને બાદમાં મહારાષ્ટ્ર લોકેટ થયુ હતુ.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
ક્રાઇમ બ્રાંચ અને પીસીબીની ભીંસ વધતા નીતિન વડોદરા તરફ આવ્યો હતો.જો કે નીતિનનો પીછો કરતી ક્રાઇમ બ્રાંચ અને પીસીબીની ટીમે તેને ઝડપી લીધો હતો. અન્ય આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યો છે. હાલ આ બંને આરોપીની પુછપરછ કરવામાં આવી રહી છે. ભૂતકાળમાં 2021માં પણ ક્રાઇમ બ્રાંચે અને પીસીબીએ નીતિન કોટવાણીની નકલી સેનિટાઇઝર કેસમાં ધરપકડ કરી હતી.દારુની નકલી ફેટકરી કેસમાં પણ અગાઉ તેની ધરપકડ થયેલી છે. જે પછી તેણે રાજકોટમાં પણ તેણે આ વેપલો શરુ કર્યો હતો.
આ પણ વાંચો-શું મિચોંગ વાવાઝોડાની ગુજરાત પર થશે કોઇ અસર ? જાણો શું છે કમોસમી વરસાદનું કારણ
નડિયાદમાં જે સિરપકાંડ થયો છે, તેનો જથ્થો નીતિન કોટવાણીએ જ પહોંચાડ્યો હોવાનું સામે આવ્યુ છે. જો કે આ સિરપ ક્યાં બનાવવામાં આવી હતી અને કયા કયાં વિતરણ કરાયુ છે. આ કાંડમાં અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે, તે અંગે આરોપીની પોલીસે પુછપરછ શરુ કરી છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
