Gujarati Video: ભરૂચના અંકલેશ્વર રોડ ઉપર આંગડિયા પાસે લૂંટની ઘટના સામે આવી, ચપ્પુ બતાવી 45 લાખની ચલાવી લૂંટ
ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર ચપ્પુની અણીએ 45 લાખ રૂપિયા લૂંટી બાઇકસવાર શખ્સો ફરાર થયા છે. બાઇક પર આવેલા બે બુકાનીધારી શખ્સોએ ચપ્પુ બતાવી આંખમાં મરચાની ભૂકી નાખી લૂટ ચલાવી હતી.
ભરૂચ અંકલેશ્વરને જોડતા માર્ગમાં ભરૂચની આંગડિયા પેઢીમાંથી 45 લાખ રૂપિયા લઇને જઈ રહેલા વ્યક્તિને ચાર લૂંટારુંઓએ આંતરીને ચપ્પુ બતાવી 45 લાખની લૂંટ ચલાવી છે. આંખમાં મરચાની ભૂકી નાખી પૈસા ભરેલી બેગ લઈને ત્યાથી પલાયન થઈ ગયા હતા. બનાવની જાણ પોલીસને થતાં અંકલેશ્વર Dy.SP સહિતના LCB સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી છે અને તપાસ હાથ ધરી છે.
ભરૂચના ચકલા વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીમાંથી ભરત મણિલાલ નામનો વ્યક્તિ એક્ટિવા લઈને 45 લાખ રૂપિયા લઇને જઈ રહ્યો હતો. ટુવ્હિલરની ડીકીમાં નાણાં મૂકીને અંકલેશ્વર તરફ જવા માટે ભોગ બનનાર નીકળ્યો હતો. જે સમયે તેમની પાછળ બે બાઈક સવાર ચાર જેટલા ઈસમોએ તેમને આંતરીને ચપ્પુ બતાવી રોકી આંખોમાં મરચાની ભુક્કી નાખીને ડીકીમાં મુકેલા રૂપિયા 45 લાખની લૂંટ ચલાવીને પાલયન થઈ ગયા હતાં. આ બનાવની જાણ પોલીસ મથકે કરવામાં આવતા અંકલેશ્વર Dy.SP ચિરાગ દેસાઈ સહિત LCB, SOG અને શહેર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યો હતો. માત્વનું છે પોલીસે રૂપિયા લઈને નીકળેલા ફરિયાદીનું નિવેદન લઈ અલગ અલગ સ્થળોએ નાકાબંધી કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ભરૂચ શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
