Surat : દુકાન વેચવાનાં નામે ઠગાઇ, આરોપીએ ખરીદનાર પાસેથી રૂ.20 લાખ ખંખેર્યા, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર ચોરી અને ઠગાઈની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં ફરી એક વાર ઠગાઈની ઘટના સામે આવી છે. દુકાન વેચવાના નામે બિલ્ડર અને દલાલે ઠગાઈ કરી છે. 2 દુકાનો રુપિયા 30લાખમાં વેચવાનો સોદો થયો હતો.
ગુજરાતમાં અવારનવાર ચોરી અને ઠગાઈની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં ફરી એક વાર ઠગાઈની ઘટના સામે આવી છે. દુકાન વેચવાના નામે બિલ્ડર અને દલાલે ઠગાઈ કરી છે. 2 દુકાનો રુપિયા 30 લાખમાં વેચવાનો સોદો થયો હતો. ફરિયાદી પાસે નાણાં લઈ નીતિન પટેલ આ સોદા પેટે આરોપી બિલ્ડર અને દલાલને બે તબક્કામાં દસ-દસ લાખ લેખે 20 લાખ રુપિયા ચુકવ્યા હતા.
બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થવા છતાં દુકાનનો કબજો ન મળ્યો,બિલ્ડરે બંને દુકાનો અન્ય વ્યક્તિને વેચી દેવાનું સામે આવ્યું.હાલ મુખ્ય આરોપી સુરતનાં ચોકબજારનો બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત મિશ્રા જે ધર્મ પરિવર્તન કરી મેમણ મોહંમદ ફૈઝાન બન્યો હતો તે પોલીસ પકડથી દૂર છે.
2 દુકાનો રૂ. 30 લાખમાં વેચવાનો સોદો
ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં નવસારીનાં ગોપીપુરામાં નવી બંધાતી ઇમારતમાં બે દુકાનો રૂપિયા ત્રીસ લાખમાં ખરીદવાનો સોદો થયો હતો. કેટરીંગનો વ્યવસાય કરતા ફરિયાદી નીતિન પટેલે આ સોદા પેટે આરોપી બિલ્ડર અને દલાલને બે તબક્કામાં દસ દસ લાખ લેખે રૂ. 20 લાખ ચુકવ્યા હતા. બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થવા છતાં દુકાનનો કબજો ન મળ્યો, બિલ્ડરે બંને દુકાનો અન્ય વ્યક્તિને વેચી દેવાનું સામે આવ્યું. હાલ મુખ્ય આરોપી સુરતનાં ચોકબજારનો બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત મિશ્રા જે ધર્મ પરિવર્તન કરી મેમણ મોહંમદ ફૈઝાન બન્યો હતો તે પોલીસ પકડથી દૂર છે.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
