પોરબંદરના દરિયામાંથી ઝડપાયું 3 હજાર કિલો ડ્રગ્સ, ગુજરાત ATS, NCB અને કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન

પોરબંદરના દરિયામાંથી ઝડપાયું 3 હજાર કિલો ડ્રગ્સ, ગુજરાત ATS, NCB અને કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન

| Updated on: Feb 27, 2024 | 11:40 PM

પોરબંદરના સમુદ્રમાંથી ઇરાની બોટની સાથે 5 ક્રૂ મેમ્બરોની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી છે. કરોડોના હશીસ સાથે અન્ય ડ્રગ્સ પણ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હજારો કરોડના ડ્રગ્સને પોરબંદર લાવવામાં આવે તેવી શક્યતા છે.

પોરબંદર નજીક ભારતીય જળસીમામાં ગુજરાત ATS, NCB અને કોસ્ટગાર્ડે સંયુક્ત રીતે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. સમુદ્રમાંથી મોટો ડ્રગ્સનો જથ્થો એજન્સીઓએ ઝડપી પાડ્યો છે. અરબ સાગરમાંથી 3 હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું હોવાની માહિતી મળી છે.

પોરબંદરના સમુદ્રમાંથી ઇરાની બોટની સાથે 5 ક્રૂ મેમ્બરોની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી છે. કરોડોના હશીસ સાથે અન્ય ડ્રગ્સ પણ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હજારો કરોડના ડ્રગ્સને પોરબંદર લાવવામાં આવે તેવી શક્યતા છે. ગુજરાત ATS, NCB અને નેવીએ આ મોટું ઓપરેશન પાર પાડ્યું છે.

(With Input : Hitesh Thakrar)

આ પણ વાંચો રાજકોટમાં ઈનકમટેક્સ વિભાગનું મેગા ઓપરેશન, બિલ્ડર લોબી પર ITની ઈન્વેસ્ટીગેશન વિંગની કાર્યવાહી, 35 સ્થળો પર 200 અધિકારીઓ દ્વારા તપાસ

Published on: Feb 27, 2024 11:27 PM
g clip-path="url(#clip0_868_265)">