Botad: બે કલાકમાં 3 ઈંચ વરસાદથી પાણીની રેલમછેલ, જુઓ વીડિયો

બોટાદ શહેરમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડતાં અંડરબ્રિજમાં (Under bridge) પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. તેમજ અંડર બ્રિજ પર બેરીકેડ લગાવીને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો તેમજ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 6:57 PM

ભારે વરસાદની આગાહી વચ્ચે બોટાદ  (Botad) જિલ્લામાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ (Rain) ખાબક્યો હતો. વરસાદને કારણે બોટાદ શહેરની ગલીઓમાં પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. બોટાદના ગઢડા માં 2 ઈંચ વરસાદ તો બરવાળા માં 1 ઈંચ વરસાદ અને રાણપુર (Ranpur)માં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. નોંધનીય છે કે ગઈકાલ સાંજથી રાણપુર અને ગ્રામ્ય પંથકમાં વાતાવરણ બદલાયું હતું અને રાત્રિના સમયે વરસાદ વરસ્યો હતો. રાણપુરના રાણપુર, નાગનેશ, દેવળીયા, હડમતાળા, ધારપીપળા, બોડીયા, દેવગાણા, કિનારા, માલપર સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.

અંડરબ્રિજમાં ભરાયા પાણી

બોટાદ શહેરમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડતાં અંડરબ્રિજમાં (Under bridge) પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. તેમજ અંડર બ્રિજ પર બેરીકેડ લગાવીને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, તેમજ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.

રાણપુર શહેર અને તાલુકામાં વરસાદ

નોંધનીય છે કે ગઈકાલ સાંજથી રાણપુર અને ગ્રામ્ય પંથકમાં વાતાવરણ બદલાયું હતું અને રાત્રિના સમયે વરસાદ વરસ્યો હતો. રાણપુરના નાગનેશ, દેવળીયા, હડમતાળા, ધારપીપળા, બોડીયા, દેવગાણા, કિનારા, માલપર સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. રાણપુર પંથકમાં ઘણા સમયના વિરામ બાદ મેઘરાજા મહેરબાન થયા હતા અને ભારે ઉકળાટ બાદ વરસાદ થતા ગ્રામજનો અને ખેડૂતો આનંદિત થઈ ગયા હતા. રાણપુર તાલુકાના ઉમરાળા, અલમપુર, કિનારા, ધારપીપળા, કસ્બાતી અણીયાળી કેરીયા,સહિતના આસપાસના ગામોમાં વરસાદ થયો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">