જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતી કરાવનાર 6 મહિલાની કિડની થઈ ફેઈલ, 2 વર્ષ પછી પોલીસે 3ની કરી ધરપકડ
બે વર્ષ પહેલા જૂનાગઢમાં પ્રસૂતિ દરમિયાન કુલ છ મહિલાઓની કિડની ફેઈલ થવાની ઘટના બની હતી. જેમાથી બે મહિલાઓનું મોત થયું હતું જ્યારે બાકીની ચાર મહિલાઓ આજે પણ ડાયાલિસિસ પર જીવન જીવવા મજબૂર છે.
બે વર્ષ પહેલા જૂનાગઢની હેલ્થ પ્લસ નામની હોસ્પિટલમાં છ મહિલાઓની પ્રસૂતિ કરાવવામાં આવી હતી. આ પ્રસૂતા મહિલાઓની કિડની ફેઈલ થઈ ગઈ હતી જેમાંથી બે મહિલાઓના મોત થયા હતા. જ્યારે બાકીની ચાર મહિલા આજે પણ ડાયાલિસિસ પર જીવન જીવવા મજૂબર થઈ છે. કિડની ફેઈલ થવાના કેસમાં પ્રસૂતા મહિલાઓના પરિવારજનોએ ખાનગી હોસ્પિટલ સામે પોલીસ કેસ દાખલ કર્યો હતો.
જૂનાગઢ પોલીસે, હેલ્થ પ્લસ નામની હોસ્પિટલની મેડીકલ ધોરણે તપાસ હાથ ધરી હતી. જેમાં મહાનગરપાલિકાના હેલ્થ વિભાગે કાયદેસરની તપાસ હાથ ધર્યા બાદ, પ્રસૂતા મહિલાઓને થયેલ કિડનીની સમસ્યા માટે હેલ્થ પ્લસ હોસ્પિટલના ત્રણ સંચાલકો અને બે મહિલા ગાયનેક ડોક્ટરોને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.
હવે બે વર્ષ પછી પોલીસે ત્રણે આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે એક મહિલા ગાયનેક ડોક્ટરે પહેલાથી જ કોર્ટમાં જામીન અરજી કરીને જામીન મેળવી લીધા હતા. જ્યારે બીજી એક મહિલા ગાયનેક ડોક્ટર ફરાર છે. પ્રસૂતિ દરમિયાન કિડની ફેઈલ થવાની ગંભીર ઘટનાથી માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી ગયો હતો. હવે જૂનાગઢ પો
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
