Breaking News : અમેરિકાની સ્ટાઈલમાં ગેરકાયદે રહેતા 250 બાંગ્લાદેશીને કરાયા ડિપોર્ટ, જુઓ Video
ગુજરાતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશીઓ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ત્યારે વડોદરામાંથી બાંગ્લાદેશી ઝડપાયા છે. વડોદરામાંથી ઝડપાયેલા બાંગ્લાદેશીઓને અમેરિકન સ્ટાઈલમાં ડિપોર્ટ કરાયા છે.
ગુજરાતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશીઓ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ત્યારે વડોદરામાંથી બાંગ્લાદેશી ઝડપાયા છે. વડોદરામાંથી ઝડપાયેલા બાંગ્લાદેશીઓને અમેરિકન સ્ટાઈલમાં ડિપોર્ટ કરાયા છે. વડોદરાથી ઝડપાયેલા 250 બાંગ્લાદેશીઓને દોરડાથી ઘેરી વિશેષ વિમાનમાં ડિપોર્ટ કરાયા છે. ગુજરાત પોલીસનું અમેરિકન સ્ટાઇલમાં ડિપોર્ટેશન 2.0 કરાયું છે. ATSની દોરવણી હેઠળ બાંગ્લાદેશીઓને પરત મોકલાયા છે. ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને પોલીસ દ્વારા ચારે તરફથી દોરડા વડે ઘેરીને વિમાનમાં બેસાડાયા હતા.
વડોદરા એટીએસ દ્વારા હાથ ધરવામાં આવેલા એક મોટા ઓપરેશનમાં 250 થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને દેશ નિકાલ કરવામાં આવ્યા છે. આ ઓપરેશન અમેરિકાન સ્ટાઈલમાં ડિપોર્ટ કરવામાં આવ્યા હતા, જેમાં બાંગ્લાદેશીઓને ચાર બસોમાં ભરીને વડોદરા લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, તેમને દોરડાથી બાંધીને એક ખાસ એરફોર્સના વિમાનમાં બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા હતા. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
અમેરિકાની સ્ટાઈલમાં બાંગ્લાદેશીઓને કરાયા ડિપોર્ટ
ગેરકાયદેસર દેશમાં રહેતા ઘુસણખોરોને પહેલ ગામના હુમલા બાદ 27 એપ્રિલથી ડિપોર્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો ઉદ્દેશ્ય ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢીને તેમને પરત મોકલવાનો હતો. આ ઓપરેશનમાં અમદાવાદ, સુરત અને વડોદરા શહેરોમાંથી બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસે આ પહેલા પણ મે મહિનામાં 300 થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘુસણખોરોને દેશનિકાલ કર્યા હતા. આ ઓપરેશન ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને ગેરકાયદેસર ઘુસણખોરી સામેની કડક કાર્યવાહી દર્શાવે છે. આ ઓપરેશનથી ગુજરાતમાં સુરક્ષા અને કાયદાનો અમલ મજબૂત થવાની આશા છે.