Gujarati Video : જૂનાગઢના માંગરોળનાં શેરીયાજ બારા ગામમાં 25 ફૂટ ઉંચા મોજા ઉછળતા દરિયાના પાણી ઘરોમાં ઘૂસ્યા

Gujarati Video : જૂનાગઢના માંગરોળનાં શેરીયાજ બારા ગામમાં 25 ફૂટ ઉંચા મોજા ઉછળતા દરિયાના પાણી ઘરોમાં ઘૂસ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2023 | 9:13 AM

જૂનાગઢના માંગરોળ તાલુકાના શેરીયાજ બારા ગામમાં દરિયાના પાણી ઘૂસ્યા છે. દરિયામાં 20થી 25 ફૂટ ઉંચા મોજા ઉછળ્યાં છે. દરિયાકાંઠાની નજીક રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે. શેરીયાજ બારા ગામમાં દરિયાનું પાણી આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

Biparjoy Cyclone : અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપોરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઇ રહ્યું છે. જેના કારણે દરિયાકાંઠે આવેલા વિસ્તારોમાં તંત્ર સજ્જ બન્યુ છે. જૂનાગઢના માંગરોળ તાલુકાના શેરીયાજ બારા ગામમાં દરિયાના પાણી ઘૂસ્યા છે. દરિયામાં 20થી 25 ફૂટ ઉંચા મોજા ઉછળ્યાં છે. દરિયાકાંઠાની નજીક રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે. શેરીયાજ બારા ગામમાં દરિયાનું પાણી આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો : Junagadh : Cyclone Biparjoy ની અસરના કારણે ગિરનારમાં રોપવે બંધ, પવનની ગતિ ધીમી પડતા રોપ-વે શરૂ કરાશે,જૂઓ Video

બિપરજોય 15મી જૂને બપોર સુધીમાં માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકે તેવી શક્યતાઓ

બિપરજોય વાવાઝોડું વધારે તોફાની બન્યુ છે. કચ્છના માંડવી તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય 15મી જૂને બપોર સુધીમાં માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકે તેવી શક્યતાઓ છે. 135થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાઇ શકે છે. પવન પોરબંદરથી 390 અને નલિયાથી 520 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત દેવભૂમિદ્વારકાથી 430 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત વાવાઝોડું 2 કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડું 14 જૂનથી ઉત્તર અને પછી ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે તેવી સંભાવના છે.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">