Junagadh : શહેરના ધારાસભ્ય અને મેયરે ચોમાસામાં વિકાસ કામ મોકૂફ રાખવા કરી રજૂઆત
જૂનાગઢમાં અનેક જગ્યાએ તંત્ર દ્વારા વિકાસ કામો ચાલી રહ્યા છે. ભૂગર્ભ ડ્રેનેજ, ટોરેન્ટ અને ગેસ લાઇનના કામ ચાલતા હોવાથી ઠેર-ઠેર મસમોટા ખાડા ખોદવામાં આવ્યા છે.
Junagadh : જૂનાગઢમાં અનેક જગ્યાએ તંત્ર દ્વારા વિકાસ કામો ચાલી રહ્યા છે. ભૂગર્ભ ડ્રેનેજ, ટોરેન્ટ અને ગેસ લાઇનના કામ ચાલતા હોવાથી ઠેર-ઠેર મસમોટા ખાડા ખોદવામાં આવ્યા છે અને હવે ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે. જો વરસાદ આવે અને શહેરના જાહેર માર્ગો પર ખાડા ખોદેલા હોય તો શહેરમાં અવ્યવસ્થા સર્જાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો : Junagadh: જનેતાના લોહીથી દીકરીએ રંગ્યા હાથ, મહિલાની કાતીલનો ચહેરો થયો બેનકાબ, દીકરી જ નીકળી સગી માતાની કાતીલ
આમ શહેરીજનોને આવી કોઇ સમસ્યામાંથી પસાર ન થવુ પડે તે માટે ધારાસભ્ય અને મેયરે મનપા કમિશનર અને કલેક્ટરને પત્ર લખ્યો છે. ધારાસભ્ય સંજય કોરડિયા અને મેયર ગીતાબેન પરમારે અધૂરા કામોને 10 જૂન પહેલા પૂર્ણ કરવા અથવા તો તેને મોકૂફ રાખવા રજૂઆત કરી છે. તેમને રજૂઆત કરી છે કે ચોમાસા દરમિયાન શહેરમાં કોઇ પણ પ્રકારના વિકાસ કામોને મોકૂફ રાખવામાં આવે અને ચોમાસા બાદ આ વિકાસ કામો પુન: શરૂ કરવામાં આવે.
જામનગરમાં કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુન એક્શન પ્લાનની કામગીરી શરૂ કરાઇ
તો બીજી તરફ જામનગર મહાનગર પાલિકા દ્રારા વરસાદ પહેલા પ્રિ-મોન્સુનનો એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આશરે રૂપિયા 1.20 કરોડના ખર્ચે શહેરમાં પ્રિ-મોન્સુનની કામગીરી કરાશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ચોમાસાની સિઝનને ધ્યાને લેતા શહેરની વરસાદી પાણીની કેનાલ, નાલા-પુલિયાઓની પ્રિમોન્સુન અંતર્ગતની સફાઈ કામગીરી 20 મે થી શરૂ કરવામાં આવેલ છે. જેમાં હાલ સુધી 40 કિ.મી. લંબાઈની તમામ કેનાલોમાંથી અંદાજીત 1000 મે.ટન જેટલો ગાર્બેજ કાઢવામાં આવેલ છે.
નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી.
જામનગર કોર્પોરેશનના કમિશ્નર દ્રારા દરેડ ફીડીંગ કેનાલ, પ્લોટ, 49 કેનાલ, રામનગર કેનાલ, દિગ્જામ સર્કલ થી સોનલ નગર, રામેશ્વનગર કેનાલ, કેવડી નદી, ભીમવાસ કેનાલ, ખોડીયાર કોલોની કેનાલ, સત્યમ કોલોની વિગેરે વરસાદી પાણી નિકાલની કેનાલોની પૂર્ણ થયેલ કામગીરી તથા ચાલુ કામગીરીનું જાત નિરીક્ષાણ કરવામાં આવેલ. તેમજ બાકી રહેતી કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી.