AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh : Cyclone Biparjoy ની અસરના કારણે ગિરનારમાં રોપવે બંધ, પવનની ગતિ ધીમી પડતા રોપ-વે શરૂ કરાશે,જૂઓ Video

ગિરનાર પર Cyclone Biparjoy ની અસરના કારણે ખૂબ જ તીવ્ર ગતિથી પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે.

Junagadh : Cyclone Biparjoy ની અસરના કારણે ગિરનારમાં રોપવે બંધ, પવનની ગતિ ધીમી પડતા રોપ-વે શરૂ કરાશે,જૂઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 11:28 AM
Share

Junagadh : જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પરની રોપ-વે (Rope Way) સેવા  બંધ રાખવામાં આવી છે. ભારે પવનને કારણે આ સેવા ફરી બંધ કરવામાં આવી છે.  Cyclone Biparjoy ની અસરના કારણે ખૂબ જ તીવ્ર ગતિથી પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે.

આ પણ વાંચો- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 12 જૂને કચ્છના કુરન ગામથી કરાવશે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

પવનની ગતિ ધીમી પડ્યા બાદ રોપ-વે કરાશે શરૂ

સતત દિશા બદલી રહેલા બિપોરજોય વાવાઝોડાએ હવે ગુજરાતની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની અસર વર્તાઇ રહી છે.  જૂનાગઢમાં  વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. સાથે જ ખૂબ જ તેજ ગતિથી પવન ફુંકાઇ રહ્યો છે. ત્યારે ભારે પવન ફૂંકાવાને પગલે રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફરી ક્યારે રોપ વે સેવા શરુ થશે, તેની કોઈ જ જાણકારી ન હોવાથી શ્રદ્ધાળુઓને રોપ વે સેવા શરુ થવાની રાહ જોવી કે નહીં તેની દુવિધામાં મુકાયા છે તો ઘણા લોકો ગિરનાર પર્વત સુધી આવીને પરત ફર્યા હતા.

અનેક વાર રોપ વે સેવા રહે છે બંધ

એવુ નથી કે ગિરનારની રોપ વે સેવા પહેલી વાર ખોરવાઈ હોય, આ અગાઉ અનેક વાર ભારે પવન અને વરસાદમાં પણ અનેક વાર ઘણા દિવસો સુધી ગિરનાર રોપ-વે સેવા બંધ રાખવાની સ્થિતિ થયેલી છે.

જૂનાગઢ, ગિરનાર તેમજ આસપાસમાં ગાઢ જંગલો આવેલા છે. જેના કારણે અહીં વારંવાર પવનની ગતિ તેજ રહે છે. તેમજ ચોમાસામાં વરસાદ પણ વધુ પડે છે. જેના કારણે રોપ વે બંધ રાખવાની ફરજ પડે છે અને શ્રદ્ધાળુઓને હાલાકી ભોગવવી પડે છે.

મહત્વનું છે કે આગામી 24 કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત બનશે. ગઈકાલે પોરબંદરના દરિયાકાંઠેથી 760 કિલોમીટર દૂર રહેલું વાવાઝોડું આજે 640 કિલોમીટર જ દૂર છે અને હવે વધુ ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે.  કારણ કે વાવાઝોડું જેમ નજીક આવતું જઈ રહ્યું છે તેમ તેની સ્પીડ વધી રહી છે.. પહેલા 6 કિલોમીટરની ઝડપે આગળ વધતું હતું.. આજે 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તો બીજીતરફ બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સિસ્ટમ સર્જાતા દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા છે.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">