Rain Data : ગુજરાતના 18 તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ, સૌથી વધુ અમરેલીમાં 3 ઈંચથી વધારે વરસાદ વરસ્યો, જુઓ Video
ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 18 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાં 3.39 ઈંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના મેંદરડામાં 1.73 ઈંચ વરસાદ ખાબક્યો છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 18 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાં 3.39 ઈંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના મેંદરડામાં 1.73 ઈંચ વરસાદ ખાબક્યો છે. અમરેલીના લાઠીમાં 1.30 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 1.26 ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે પણ દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્રમાં ભારેની વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ગાજવીજ,ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં 5 દિવસ વરસાદની શક્યતા છે. 27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જે મુજબ ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. આ સાથે જ 35-50 કિમી પ્રતિકલાક સુધી પવનની ગતિ રહેવાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે.
