ધીંગી ધરા ગીરના જંગલમાં એકસાથે 12 વનરાજ વિહાર કરતા જોવા મળ્યા- જુઓ મનમોહક દૃશ્યો- Video
સોરઠ ધરા સોહામણી ને ગઢ જુનો ગીરનાર.. સાવજડ઼ા જયાં સેંજળ પીવે એ'ના નરવા નર ને નાર.. સોરઠ એટલે સિંહોનો ગઢ. અહીંથી અવારનવાર સિંહોના મનમોહક દૃશ્યો સામે આવતા રહે છે ત્યારે એકસાથે 12 વનરાજનો મન મોહી લેતો વીડિયો સામે આવ્યો છે.
ગીરના સિંહો એ ગુજરાતની શાન છે. આ સિંહોએ ગુજરાતનું ઘરેણુ છે. સોરઠની ધરતી પરથી એકસાથે 12 વનરાજોનો વિહાર કરતો વીડિયો સામે આવ્યો છે આ જોઈને સિંહપ્રેમીઓના મનને ઠંડક પહોંચશે. ગીર પંથકમાં વિહાર કરતા 12 વનરાજો કેમેરામાં કેદ થયા છે. જેમા બચ્ચા અને સિંહણની પરેડ જોવા મળી. એક, બે નહીં પરંતુ 12 સિંહોને લટાર મારતા જોવા મળ્યા.
હાલ ગીરના જંગલમાં વર્ષાઋતુનો વૈભવ જામ્યો છે તો બીજી તરફ ગીર જંગલની શાન એવા સિંહનો શાનદાર નજારો સામે આવ્યો છે. ગીરની ખૂબી એ છે કે અહીંના માલધારીઓ અને સિંહો વચ્ચે અનેરો નાતો છે. સિંહને આ લોકો કોઈ નુકસાન ન પહોંચાડે તો આ સિંહો કોઈ પર હુમલો પણ કરતા નથી. ગુજરાતી ભાષાના સાહિત્યોમાં પણ માલધારીઓ અને સિંહના સહસંબંધનના ઉત્તમ દ્રષ્ટાંતો છે. અહિંયા સિંહનું મૃત્યુ થાય તો તેના અંતિમસંસ્કાર કરવામાં આવે છે અને તેના બેસણા રાખવામાં આવે છે. તે વિસ્તારનો માલધારી રીતસર શોક પાળે છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh