Bollywood Star : બોલિવૂડ (Bollywood)માં ઘણી એવી હસ્તીઓ છે જેમણે પોતાના સપના પૂરા કરવા માટે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. ઘણી ટોચની હસ્તીઓએ શાળા પછી અભ્યાસ કર્યો ન હતો, જ્યારે ઘણા સ્ટાર્સે કોલેજના અભ્યાસને અધવચ્ચે જ અલવિદા કહ્યું હતું. બોલિવૂડમાં અમુક જ એવી હસ્તીઓ છે જેમણે અભિનયની સાથે સાથે પોતાના અભ્યાસને પણ પૂરુ મહત્વ આપ્યું છે. તો ચાલો જોઈએ બોલિવૂડ (Bollywood Star)ના આ ટોચના સ્ટાર્સ કેટલા ભણેલા છે. [video width="320" height="320" mp4="https://d1mtigb6sukqjy.cloudfront.net/wp-content/uploads/2022/09/WhatsApp-Video-2022-09-02-at-15.11.19-1.mp4"][/video] આલિયા ભટ્ટ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે મુંબઈમાં જમનાબાઈ નરસીથી પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું છે. શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી, તેણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેણે ખૂબ જ નાની ઉંમરમાં ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. View this post on Instagram A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt) દીપિકા પાદુકોણ દીપિકા પાદુકોણ બોલિવૂડની ટોચની અભિનેત્રી છે, પરંતુ અભ્યાસના મામલે તે ઘણી પાછળ છે. તેણે માત્ર 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. જોકે તેણે ગ્રેજ્યુએશન માટે અરજી કરી હતી, પરંતુ મોડલિંગ અને પછી એક્ટિંગ પ્રોજેક્ટ્સને કારણે તે કોલેજ જઈ શકી ન હતી. View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) ફરહાન અખ્તર હિન્દી સિનેમા જગતમાં પોતાની અલગ ઓળખ બનાવનાર ફરહાન અખ્તરનો જન્મ જાવેદ અખ્તરના ઘરે થયો હતો. ફરહાન માત્ર એક્ટર જ નથી, પણ દિગ્દર્શક, ગાયક અને લેખક પણ છે. ફરહાનનું નામ ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રતિભાશાળી કલાકારોમાં લેવામાં આવે છે. તેમના વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે કે હાજરી પુરી ન થવાને કારણે તેમને એચઆર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ફરહાન અખ્તરે માત્ર 12 સુધીનો જ અભ્યાસ કર્યો છે. કરીના કપૂર કરીનાએ મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલ, દેહરાદૂનની વેલ્હામ ગર્લ્સ બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તે પછી, તેણે મુંબઈની મીઠીબાઈ કોલેજમાં બે વર્ષ કોમર્સનો અભ્યાસ કર્યો, પરંતુ સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કર્યું નહીં. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) આમિર ખાન બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાનને અભ્યાસમાં ઓછો રસ હતો. મિસ્ટર પરફેક્શનિસ્ટ ફિલ્મ '3 ઈડિયટ્સ'માં ભલે ટોપર રહી હોય, પરંતુ રિયલ લાઈફમાં આમિરે પોતાનું સ્કૂલિંગ જ પૂરું કર્યું હતું. તે પછી તે અભ્યાસ માટે કોલેજ ગયો ન હતો. 12મું પાસ કર્યા પછી તેણે બોલિવૂડમાં કરિયર બનાવવાનું શરૂ કર્યું. View this post on Instagram A post shared by Aamir Khan (@amirkhanactor_) સલમાન ખાન સલમાને અનેક ઈન્ટરવ્યુમાં કબૂલ્યું છે કે તેને ક્યારેય અભ્યાસમાં વધારે રસ નહોતો. જો કે તેણે શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ કેટલાક કારણોસર તે ક્યારેય ત્યાં ગયો ન હતો.