Ahmedabad : ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને શરતી મંજુરી, રથયાત્રાના રૂટમાં કોઈ ફેરફાર નહિ

જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા(Mahendra Jha) એ જણાવ્યું હતું કે, "રથયાત્રાના આગલા દિવસે ભગવાનને સોનાનો શણગાર કરવામાં આવશે. અને હાથીની પુજન વિધિ કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 4:51 PM

અમદાવાદમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને રાજ્ય સરકાર દ્વારા શરતી મંજુરી (Approval) આપવામાં આવી છે. રથયાત્રામાં રથ સહિત માત્ર 5 વાહન અને 60 જેટલા ખલાસી ભાઈઓ જોડાશે. આ રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ કરવાનો રહેશે. ઉપરાંત, ઈતિહાસમાં પ્રથમવાર ભક્તો, ગજરાજ, ભજનમંડળી કે અખાડા વિના રથયાજ્ઞા યોજાશે.

ઉલ્લેખનીય છે કે, રથયાત્રા દરમિયાન ભક્તોના દર્શન કે પૂજા કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. આ રથયાત્રામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ(Nitin Patel)  પહિંદ વિધિ દ્વારા રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વખતે ભક્તોએ પ્રભુ જગન્નાથની રથયાત્રાના દર્શન  માત્ર ટીવી પર જ કરવાના રહેશે.

રથયાત્રાના રૂટમાં કોઈ ફેરફાર નહિ

જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા(Mahendra Jha) એ જણાવ્યું હતું કે, “રથયાત્રાના આગલા દિવસે ભગવાનને સોનાનો શણગાર કરવામાં આવશે અને હાથીની પુજન વિધિ કરવામાં આવશે. ઉપરાંત અષાઢી બીજના દિવસે પહિંદ વિધિ પહેલા ભગવાનની મંગળા આરતી કરવામાં આવશે અને દર વર્ષની જેમ આ વર્ષ પણ એજ રૂટ (Route) પર રથયાત્રા કાઢવામાં આવશે.”

મહત્વનું છે કે,રથયાત્રાના રૂટ પર પોળમાં કર્ફ્યૂનું કડક પાલન (Strict) કરવામાં આવશે. પોળમાં રહેતા લોકો બહારથી મહેમાનોને ઘરમાં બોલાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત રથયાત્રા દરમિયાન પોલીસ અને પેરા મિલિટરી ફોર્સનો પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર 23 હજાર જેટલા સુરક્ષા જવાનોનો તૈનાત કરવામાં આવશે. જેમાં 34 SRP કંપની, નવ CRPFની કંપની, 5 હજાર નવસો હોમગાર્ડ તૈનાત કરવામાં આવશે.ઉપરાંત રથયાત્રાના રુટમાં ચેતક કમાન્ડોના એક યુનિટની સાથે જ 13 બોમ્પ ડિસ્પોઝલ સ્કવૉડની ટીમપણ કાર્યરત રહેશે.

આ પણ વાંચો : Ahmedabad : ગોતામાં લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 80થી વધુ લોકોને ઝાડા-ઉલટી

આ પણ વાંચો : Gandhinagar : કલોલમાં કોલેરાથી 40 વર્ષીય મહિલાનું મોત, છેલ્લા 6 દિવસમાં 5 લોકોના મોત

Follow Us:
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
g clip-path="url(#clip0_868_265)">