Breaking News : ઓપરેશન સિંદૂર એ પહલગામ આતંકી પીડિતો માટેનો બદલો – પીએમ મોદી
PM મોદીએ વિશ્વના દેશોને આપ્યો સ્પષ્ટ સંદેશ, હવે પાકિસ્તાન સાથે વાતચીત થશે તો માત્રને માત્ર આતંકવાદ અને પીઓકે પર જ થશે. તેમણે વધુમાં કહ્યું કે, અમારા નાગરિકોને બચાવવા માટે અમે કંઈ પણ કરીશું.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નથી તે દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે. ઓપરેશન સિંદૂર એ ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે. 6 મેની મોડી રાત્રે અને 7 મેની વહેલી સવારે આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં બદલાતા જોયું છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા અને તેમના ટ્રેનિંગ સેન્ટર પર આકરો હુમલો કર્યો હતો.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આતંકવાદીઓએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે છે પરંતુ જ્યારે દેશ એક થાય અને દેશ રાષ્ટ્ર ભાવનાથી જોડાયેલો હોય ત્યારે આવા કડક નિર્ણયો લેવામાં આવે છે તેમજ આવા નિર્ણયોને પરિણામોમાં પણ બદલવામાં આવે છે.
‘જય હિન્દ જય ભારત’
ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય આર્મીએ, પાકિસ્તાનમાં ચાલતા આતંકના અડ્ડાઓને નષ્ટ કર્યા. વાયુસેનાએ હુમલો કરીને પાકિસ્તાનના એરબેઝને શોભાના ગાંઠીયા બનાવી નાખ્યા. ભારતીય સૈન્યના અનેક પરાક્રમ સહીતના શૌર્યપ્રેરક સમાચાર જાણવા માટે અમારા ટોપિક પર ક્લિક કરો.