મુંબઈ રિક્ષા ચાલકના અકસ્માતના ચોંકાવનારા CCTV આવ્યા સામે, 8-10 વાહનોને મારી ટક્કર, જુઓ Video

એક ઓટોએ 8-10 વાહનો અને ટુવ્હીલર વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 3 લોકોને સામાન્ય ઈજા થઈ હતી. આ ઘટના 4 મેના રોજ સાંજે 7 વાગ્યાની છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપી ઓટો ડ્રાઈવર પ્રમોદ શુક્લાની ધરપકડ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 7:53 PM

મુંબઈ નજીક આવેલા મીરા રોડ પરથી એક ચોંકાવનારો CCTV ફૂટેજ સામે આવ્યો છે. જ્યાં નયા નગર વિસ્તારમાં એક ઓટોએ 8-10 વાહનો અને ટુવ્હીલર વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 3 લોકોને સામાન્ય ઈજા થઈ હતી. આ ઘટના 4 મેના રોજ સાંજે 7 વાગ્યાની છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપી ઓટો ડ્રાઈવર પ્રમોદ શુક્લાની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad: રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહના ઓછા પરિણામ માટે ડમી શાળાઓ જવાબદાર હોવાનો શિક્ષણ બોર્ડના સભ્યોનો દાવો, CMને પત્ર લખી ડમી શાળાઓ બંધ કરાવવા કરી માગ

અકસ્માતમાં ઘાયલોનો આરોપ છે કે ઓટો ચાલક નશામાં હતો ત્યારે પોલીસ કેસની તપાસ કરી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે ઓટોની સ્પીડ વધુ હોવાને કારણે ઓટો ઉંધી પડતાં બચી ગઈ હતી. અને તરત જ ઓટો ડ્રાઇવરે ઓટોને ફરીથી સંતુલિત કરી અને લોકો તેની પાછળ દોડ્યા હતા. ત્યારે ઓટો ચાલક તરત જ ઓટો લઈને ભાગી ગયો હતો. પરંતુ બાદમાં પોલીસે સીસીટીવીના આધારે ધરપકડ કરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">