AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ONLINE ખરીદીના ચક્કરમાં લખી દીધું ગજબ ADDRESS, તસ્વીર થઈ રહી છે સોશિયલ મીડિયામાં VIRAL

આજકાલ દેશ દુનિયામાં ઓનલાઈન (ONLINE) ખરીદીનું ચલણ ખૂબ જ વધી ગયું છે. હાલ આંગળીના ટેરવે જ બધી જ વસ્તુ ઘર બેઠા મળી જાય છે.

ONLINE ખરીદીના ચક્કરમાં લખી દીધું ગજબ ADDRESS, તસ્વીર થઈ રહી છે સોશિયલ મીડિયામાં VIRAL
Viral Pic
Charmi Katira
| Edited By: | Updated on: Jan 16, 2021 | 7:24 PM
Share

આજકાલ દેશ દુનિયામાં ઓનલાઈન (ONLINE) ખરીદીનું ચલણ ખૂબ જ વધી ગયું છે. હાલ આંગળીના ટેરવે જ બધી જ વસ્તુ ઘર બેઠા મળી જાય છે. લોકો ખાવા-પીવાથી લઈને અન્ય જરૂરિયાતની વસ્તુઓની લોકો ઓનલાઈન ખરીદી કરતાં હોય છે. લોકો પહેલા પણ કરતાં હતા, પરંતુ કોરોનાકાળમાં આ ચલણ વધી ગયું છે. ઓનલાઈન ખરીદી કરવા માટે સૌથી જરૂરી હોય તો તે છે એડ્રેસ.(ADDRESS)

જો તમે ઓનલાઈન ખરીદી (ONLINE SHOPPING) કરતાં સમયે એડ્રેસ લખવામાં થોડી પણ ગરબડ કરી તો તમારી વસ્તુ તમારી પાસે પહોંચવાને બદલે બીજા પાસે પહોંચી જશે. તેથી ઓનલાઈન ખરીદી કરતી વખતે સૌથી જરૂરી છે એડ્રેસ. ઓનલાઈન ખરીદી કરતાં સમયએ એડ્રેસ સાચી રીતે લખવું બેહદ જરૂરી છે. ઘણા લોકો એવા એડ્રેસ પણ લખે છે જે વાંચ્યા બાદ તમે હસીને લોટપોટ થઈ જશો. આ પ્રકારના ઘણા મામલા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રહે છે.

હાલમાં જ એક તસ્વીર સોશિયલ મીડિયામાં (SOCIAL MEDIA) વાયરલ થઈ રહી છે. આ તસ્વીરનું એડ્રેસ જોઈને તમે ખુદ પણ અચંબામાં પડી જશો. આ તસ્વીરમાં જે એડ્રેસ લખ્યું છે કે, સલીમ લાલા, 12-24/z1, પાશાભાઈની દુકાને આવીને પૂછી લેવાનું કે સલીમ કાકા ક્યાં રે રહે છે તુરંત જ ઘર સુધી છોડી જશે. ચારમિનાર, હૈદરાબાદ. લોકો આ તસ્વીરની મજા લઈ રહ્યા છે. ઘણા લોકો આ તસ્વીર જોઈને લખી રહ્યા છે કે, આ ફ્રીમાં લેશે પેકેજ પાકું. ઘણા લોકોનું કહેવું છે કે, આ તસ્વીરને ફોટોશોપ કર્યો છે.

આ પણ વાંચો: Whatsapp સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ, માયવે કે હાઈવેનો લાગ્યો આરોપ

g clip-path="url(#clip0_868_265)">