AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરવાળીનો ના આવ્યો પહેલો નંબર, તો પતિને ચડ્યો ગુસ્સો, પછી બધી જ ખીજ ઉતારી ક્રાઉન પર, જુઓ VIDEO

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ગુસ્સે થયેલા પતિએ વિજેતાનો તાજ ઉપાડીને જમીન પર ફેંકી દીધો. તેણે સ્ટેજ પર ઘણો આતંક મચાવ્યો હતો. ખરેખર, બ્રાઝિલમાં બ્યુટી કોન્ટેસ્ટ'નું આયોજન કરવામાં આવ્યું હતું.

ઘરવાળીનો ના આવ્યો પહેલો નંબર, તો પતિને ચડ્યો ગુસ્સો, પછી બધી જ ખીજ ઉતારી ક્રાઉન પર, જુઓ VIDEO
beauty contest
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 3:29 PM
Share

સોશિયલ મીડિયા પર રોજ અજીબો ગરીબ વીડિયો વાયરલ થતા હોય છે. જો કે ઘણા ખુબ સારા વીડિયો સામે આવે છે જે જોનારને ખુશ કરી દે છે પણ કેટલાક એવા વીડિયો પણ જોવા મળતા હોય છે જે જોઈને આપણને નવાઈ લાગે ત્યારે તાજેતરમાં એક એવો જ વીડિયો વાયરલ થયો છે જે જોઈને તમે પણ ચોંકી જશો. આ વીડિયો બ્રાઝિલનો છે.

બ્રાઝિલ બ્યૂટી કોન્ટેસ્ટનો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર આ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈ કોન્ટેસ્ટ ચાલી રહ્યો છે જેમાં પ્રથમ અને સેકન્ડ નંબરની ઘોષણા થઈ રહી છે. વાસ્તવમાં આ મામલો બ્રાઝિલનો છે. અહીં એક બ્યૂટી કોન્ટેસ્ટ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં એક મહિલાને વિજેતા જાહેર કરવામાં આવી હતી. ત્યારે બીજી મહિલા રનર-અપ બની હતી. જો કે તે બાદ અચાનક એક વ્યક્તિ સ્ટેજ પર ધસી આવે છે જે રનર-અપ બનેલી મહિલાનો પતિ છે.

જે ખુબ જ ગુસ્સામાં હતો અને તેણે સ્ટેજ પર સીધા જ ક્રાઉનને જૂટવી લે છે અને તે બાદ વારે વારે જમીન પર પટકીને તોડી નાખે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા છે.

પત્નીનો પહેલો નંબર ન આવતા પતીએ ક્રાઉન તોડ્યું

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ગુસ્સે થયેલા પતિએ વિજેતાનો તાજ ઉપાડીને જમીન પર ફેંકી દીધો. તેણે સ્ટેજ પર ઘણો આતંક મચાવ્યો હતો. ખરેખર, બ્રાઝિલમાં ‘LGBTQIAP+ બ્યુટી પેજન્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઘણા સહભાગીઓએ ભાગ લીધો હતો. અંતે બે લોકોની પસંદગી કરવામાં આવી હતી. આ બેમાંથી એક વિજેતા બનવાનું હતું. વિજેતાનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. વિજેતાનું નામ છે ઈમેન્યુલી બેલિની અને બીજા ક્રમે નથાલી આવી હતી પરંતુ આ રનર-અપ મહિલાના પતિને પસંદ ન આવ્યું. તે ગુસ્સામાં સ્ટેજ પર ચડી ગયો અને તાજને જૂટવી લઈ જમીન પર ફેકી દીધો હતો .

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પુરુષ પોતાની પત્ની પર જબરદસ્તી કરી રહ્યો છે. આ વીડિયો @brunoguzzo નામના ટ્વિટર યુઝર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">