AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wedding Viral Video : ધોધમાર વરસાદ વચ્ચે વર-કન્યાની ભવ્ય એન્ટ્રી, લાખો લોકોએ જોયો આ અનોખા લગ્નનો વીડિયો

bride groom video : લગ્નનો એક અનોખો વીડિયો આ દિવસોમાં ચર્ચામાં છે. જ્યાં મુશળધાર વરસાદ વચ્ચે વરરાજા એન્ટ્રી લેતા જોવા મળે છે. આ વીડિયો જોયા બાદ લોકો તેના પર ફની કોમેન્ટ કરી રહ્યા છે.

Wedding Viral Video : ધોધમાર વરસાદ વચ્ચે વર-કન્યાની ભવ્ય એન્ટ્રી, લાખો લોકોએ જોયો આ અનોખા લગ્નનો વીડિયો
Wedding Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 7:28 AM
Share

લગ્નની સિઝન હોય કે ન હોય, પરંતુ સોશિયલ મીડિયા આપણને લગ્નના વીડિયોમાં જકડી રાખે છે. તેનું એક કારણ એ છે કે લોકો આ વીડિયોને માત્ર જોતાં જ નથી પણ તેને એકબીજા સાથે સતત શેર પણ કરે છે, આ જ કારણ છે કે આ લગ્નના વીડિયો અન્ય કોઈપણ વીડિયોની સરખામણીમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ જાય છે. આવો જ એક વીડિયો આ દિવસોમાં લોકોમાં ચર્ચામાં છે. જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે કે, આવું પોતાના લગ્નમાં કોણ કરે છે.

આ પણ વાંચો : Funny Indian Wedding Card : દવાની સ્ટ્રીપથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી…લગ્નના આ મજેદાર વેડિંગ કાર્ડે યુઝર્સને કર્યા દંગ

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આ દિવસોમાં વરસાદમાં કંઈ નક્કી નથી હોતું, આ વાદળો ગમે ત્યારે આકાશમાં દેખાય છે અને વરસાદ પછી દૂર થઈ જાય છે. જેના કારણે ઘણા લગ્ન મોકૂફ થઈ જાય છે અથવા તો વર-કન્યાને રાહ જોવી પડે છે… પરંતુ ઘણા લોકો એવા હોય છે કે જેઓ ગમે તેટલી પરિસ્થિતિમાં લગ્નનો આનંદ માણે છે. તેઓ કોઈ અવરોધને કારણે નહીં પરંતુ અવરોધોની વચ્ચે આવું કંઈક કરે છે અને દૂનિયા જોતી રહે છે. હવે આ વીડિયો જ જુઓ, વરસાદ હોવા છતાં વર-કન્યા સ્ટેજ પર એકસાથે આનંદ કરી રહ્યા છે.

અહીં વીડિયો જુઓ

વાયરલ થઈ રહેલા વીડિયોને જોઈને લાગે છે કે લગ્નની તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી, પરંતુ અચાનક વરસાદ શરૂ થઈ જાય છે. જો કોઈ સામાન્ય મનની વ્યક્તિ હોત તો કાર્યક્રમ થોડા સમય પછી મોકૂફ રાખવામાં આવ્યો હોત, પરંતુ સર્જનાત્મક લોકો આફતોમાં પણ તકો શોધે છે. આવું જ કંઇક આ કપલ સાથે થયું અને વરસાદની વચ્ચે તેઓએ પોતાની એન્ટ્રી ગ્રાન્ડ કરી. જ્યારે હાજર તમામ લોકો છત્રી લઈને ઉભા હતા, ત્યારે વર-કન્યા સ્વેગ સાથે સ્ટેજ પર એન્ટ્રી લઈ રહ્યા હતા.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર anchor_jk નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખાય છે ત્યાં સુધી પાંચ લાખથી વધુ લોકોએ લાઈક કર્યું છે, જ્યારે કરોડો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આપત્તિમાં ખરેખર આ એક તક છે..’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘એવું લાગે છે કે પરિવારના સભ્યો બહુ મુશ્કેલીથી સંમત થયા હશે, તેથી જ તેમણે વરસાદ વચ્ચે પણ એન્ટ્રી પૂર્ણ કરી… જેથી પરિવારના સભ્યોનો મૂડ ના બદલી જાય.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">