રસ્તા વચ્ચે ડિલીવરી બોય એ કર્યો જોરદાર ડાન્સ, વાયરલ વીડિયો જોઈ ભડક્યા લોકો
Viral Video : હાલમાં સોશિયલ મીડિયા પર આવા જ એક ફૂડ ડિલીવરી બોયનો વીડિયો વાયરલ થયો છે. તેની હરકત જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ તેના પર ભડકી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.
સોશિયલ મીડિયા પર સમયાંતરે ફૂડ ડિલીવરી બોયના વીડિયો વાયરલ થતા રહે છે. આ વીડિયોમાં મોટા ભાગે ફૂડ ડિલવરી બોયના સંઘર્ષ દેખાતો હોય છે. પણ સોશિયલ મીડિયા પર એવા પણ વીડિયો પણ દેખાયા છે, જેમાં ફૂડ ડિલીવરી બોય પર લોકો ભડક્યા હોય. હાલમાં સોશિયલ મીડિયા પર આવા જ એક ફૂડ ડિલીવરી બોયનો વીડિયો વાયરલ થયો છે. તેની હરકત જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ તેના પર ભડકી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ટ્રાફિક સિંગ્નલ વાળા રસ્તાનો નજારો જોઈ શકાય છે. આ વીડિયોમાં બપોરનો ભારે તડકો પડી રહ્યો છે. તેવામાં એક ફૂડ ડિલીવરી બોય પોતાની બાઈક પરથી ઉતરે છે કે અને ડાન્સ કરવા લાગે છે. તેના ડાન્સ સ્ટેપ્સ જોવા જેવા હતા. તેના આ ડાન્સને એક કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે. આ વીડિયો કઈ જગ્યાનો છે તે જાણવા નથી મળ્યુ,પણ આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ મનોરંજન આપીરહ્યો છે. આ વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા પણ થઈ રહી છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
Me : delivery guy is late maybe he must have been stuck in traffic.
Le delivery guy: pic.twitter.com/2xTpuI8dYO
— Mask 🎭 (@Mr_LoLwa) November 8, 2022
ડિલીવરી બોયનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. મોટાભાગના યુઝર્સ આ વીડિયો જોઈ ખુશ થયા હતા, જ્યારે ઘણા યુઝર્સ આ વીડિયો જોઈ ભડક્યા હતા. એક યુઝરે લખ્યુ છે કે, વાહ…શું ટેલેન્ટ છે ! બીજા એક યુઝરે લખ્યુ છે કે, ભાઈ, કોઈ તેના ફૂડ ડિલીવરીની રાહ જોઈ છે. ફૂડ ઠંડુ થાય છે. ફરજ નીભાવો. અન્ય એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હવે સમજ પડી કે ફૂડ ડિલીવરી કેમ મોડી આવે છે.