Viral Video: છુપાઈને લક્કડખોદના ઈંડા ચોરી કરી રહ્યો હતો સાપ, પછી પક્ષીએ તેને એવી રીતે પાઠ ભણાવ્યો કે હાલત કરી દીધી ખરાબ

વાયરલ વીડિયોમાં (Viral Video) તમે જોઈ શકો છો કે કેવી રીતે એક વિશાળકાય સાપ લક્કડખોદના માળામાં ગુપ્ત રીતે ઘૂસી ગયો હતો અને તેના ઈંડા ચોરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પછી પક્ષીએ ત્યાં પહોંચી અને સાપને એવો પાઠ ભણાવ્યો કે તે તેને જીવનભર યાદ રાખશે.

Viral Video: છુપાઈને લક્કડખોદના ઈંડા ચોરી કરી રહ્યો હતો સાપ, પછી પક્ષીએ તેને એવી રીતે પાઠ ભણાવ્યો કે હાલત કરી દીધી ખરાબ
viral video of woodpecker fight with snake
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 9:13 AM

તમે લક્કડખોદનું (Woodpecker) નામ સાંભળ્યું હશે અથવા કદાચ જોયું પણ હશે. આ ખૂબ જ સુંદર અને રંગબેરંગી પક્ષીઓ છે, જેમની તીક્ષ્ણ, ઝીણી અને લાંબી ચાંચ તેમની સુંદરતામાં વધુ વધારો કરે છે. તમે જોયું જ હશે કે આ પક્ષી વારંવાર ઝાડના થડમાં કાણું પાડતું રહે છે. કેટલાક લોકોનું માનવું છે કે આવું કરીને તે લાકડા ખાવાનો પ્રયત્ન કરે છે, જ્યારે આવું બિલકુલ નથી. તે વાસ્તવમાં ઝાડના થડમાં છિદ્રો બનાવીને તેમાં રહેતા જીવજંતુઓ અને જીવાતોને ખાય છે અને સાથે જ તે પોતાનો માળો એટલે કે ઘર બનાવવા માટે ઝાડમાં છિદ્રો બનાવતી પણ જોવા મળે છે. આજકાલ સોશિયલ મીડિયા પર લક્કડખોદનો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને તમે દંગ રહી જશો.

આ વીડિયોમાં જોવા મળે છે કે એક વિશાળકાય સાપ લક્કડખોદના (Woodpecker) માળામાં ગુપ્ત રીતે ઘૂસી ગયો હતો અને તેના ઈંડા ચોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પછી તે ત્યાં પહોંચી અને સાપને એવો પાઠ ભણાવ્યો કે તે તેને જીવનભર યાદ રાખશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પક્ષી ઝાડના એક ખાડામાં પોતાની ચાંચ જોરથી પછાડી રહ્યું હતું, ત્યારે અચાનક એક વિશાળ સાપ છિદ્રમાંથી બહાર આવ્યો. જોતાં એવું લાગે છે કે તેણે ઘણાં ઈંડાં ગળી લીધાં છે, જે લક્કડખોદનાં હોઈ શકે છે. હવે તેણે સાપને તેના માળામાંથી બહાર કાઢવા માટે તેની તીક્ષ્ણ ચાંચથી સાપને મારવાનું શરૂ કર્યું, જેના કારણે સાપ નારાજ થઈ ગયો અને ગુસ્સામાં તેના પર હુમલો કરવાનો પ્રયાસ કરવા લાગ્યો.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

અહીં વીડિયો જુઓ…….

View this post on Instagram

A post shared by @planet_visit

જો કે, પક્ષી સાપના સતત હુમલાઓથી જરાય ડર્યું નહીં અને તેની સાથે લડતું રહ્યું. હવે આખરે કોણ જીત્યું અને કોણ હાર્યું તે તો ખબર નથી, પરંતુ આ એક ચોંકાવનારો વીડિયો (Shocking Video) છે. આ વીડિયોને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર planet_visit નામની આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે.

જેને અત્યાર સુધીમાં 70 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે. આ વીડિયો જોયા બાદ એક યુઝર એટલો ભાવુક થઈ ગયો કે તેણે વીડિયો રેકોર્ડિંગ કરનારા યુઝર્સને વીડિયો બનાવવાનું બંધ કરીને પક્ષીની મદદ કરવાની અપીલ કરી.

g clip-path="url(#clip0_868_265)">