AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Animal Cute Video: Towel લપેટીને ડોગીએ કર્યો જબરજસ્ત ડાન્સ, વીડિયો જોઈને લોકોએ પણ લગાવ્યા ઠુમકા

આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક કૂતરાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે મસ્તીથી ટુવાલ લપેટીને ડાન્સ કરતો જોવા મળે છે. આ જોઈને લોકો સાંવરિયાના રણબીરને યાદ કરી રહ્યા છે.

Animal Cute Video: Towel લપેટીને ડોગીએ કર્યો જબરજસ્ત ડાન્સ, વીડિયો જોઈને લોકોએ પણ લગાવ્યા ઠુમકા
doggy doing a great dance wrapped in a towel
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 9:32 AM
Share

દુનિયામાં એવા ઘણા લોકો છે જેમને ડોગી કૂતરા (Dog Viral Video) પ્રત્યે ઘણો પ્રેમ છે. જ્યારે ઘણા લોકો આ પ્રાણીને ઘરની સલામતી માટે રાખે છે, તો ઘણા લોકો એવા છે કે જેઓ તેની સાથે માણસોની જેમ વર્તે છે અને તેને પોતાના ઘરનો સભ્ય માને છે. હાલના દિવસોમાં આવા જ એક ડોગીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેને પ્રોફેશનલ ડાન્સરની જેમ શાનદાર રીતે ડાન્સ (Dance Video) કરવામાં આવી રહ્યો છે. ક્લિપમાં ડોગીએ જે રીતે ડાન્સ કર્યો છે તે જોઈને મોટા-મોટા દિગ્ગજ પણ ફેઈલ થઈ જશે.

આજે અમે તમને જે ડોગીનો વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ. તે ટુવાલ સાથે ડાન્સ કરતો ડોગી છે. અમે જે કૂતરા વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ ભલે અમને ખબર ન હોય, પરંતુ તેની સ્ટાઈલ જોઈને તમને ‘સાવરિયા’નો રણબીર ચોક્કસ યાદ આવશે.

અહીં વીડિયો જુઓ……

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનકડો ડોગી તેના ગળામાં ગુલાબી રૂમાલ લટકાવીને દિવાલ પર ઊભો છે. જેવા તેના માલિક કેમેરાને તેની તરફ કરે છે અને સિગ્નલ આપે છે, તે પ્રોફેશનલની જેમ ડાન્સ કરવા લાગે છે. તે તેના આગળના બંને પગને સતત હવામાં અધ્ધર રાખે છે, જ્યારે પાછળના બંને પગ પર ઉભો રહે છે, આ ડોગી વીડિયોમાં તેના અદ્ભુત ડાન્સ મૂવ્સ બતાવતો જોવા મળે છે, જે દેખાવમાં ખૂબ જ ક્યૂટ લાગે છે.

આ વીડિયોને Instagram પર animalgram13 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી ચાર લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે. આ વીડિયોએ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ એન્ટરટેઈન કર્યા છે. એક યુઝરે કહ્યું કે, આ ડોગી ખરેખર ક્યૂટ છે. અન્ય યુઝરે લખ્યું કે, મેં જોયેલી આ શ્રેષ્ઠ વસ્તુ છે, અદ્ભુત!. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયોની અલગ-અલગ રીતે પ્રશંસા કરી છે.

g clip-path="url(#clip0_868_265)">