AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દીપડા અને બચ્ચા વચ્ચેના નિર્દોષ પ્રેમે લોકોના દીલ જીત્યા, લોકોએ કહ્યું – પ્રકૃતિ અદ્ભુત છે, જુઓ Viral Video

IAS અધિકારીએ વીડિયોને કેપ્શન આપ્યું, "બંધન જે જોડે છે. પ્રકૃતિ અદ્ભુત છે" ત્યારે એક દિવસમાં આ વીડિયોને હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. લોકો કમેન્ટ્સ સેક્શનમાં માં અને બચ્ચાની આ ક્લિપની સુંદરતાની પ્રશંસા કરી રહ્યા છે.

દીપડા અને બચ્ચા વચ્ચેના નિર્દોષ પ્રેમે લોકોના દીલ જીત્યા, લોકોએ કહ્યું - પ્રકૃતિ અદ્ભુત છે, જુઓ Viral Video
Leopard Beautiful Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 4:57 PM
Share

પોતાના બચ્ચા સાથે રમતા એક દીપડાની ક્લિપ સોશિયલ મીડિયા પર ઘણા લોકોના હૃદયને સ્પર્શી રહી છે. તે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઓફિસર એમવી રાવ હતા જેમણે ટ્વિટર પર આ ક્લિપ શેર કરી, જે ઘણા લોકોને પસંદ આવી છે. વીડિયોની શરૂઆતમાં બચ્ચું પોતાની માતા દિપડા સાથે રમી રહ્યુ છે જ્યારે માદા દિપડો જમીન પર આરામ કરે છે. બચ્ચુ દિપડાની પૂંછડીથી રમી રહ્યું છે. ત્યારે માદા દિપડો પણ મનોરંજક હરકતોમાં જોડાય છે અને બાળકને વ્હાલ કરે છે.

આ પણ વાંચો: Breaking News: મહેસાણાના વીજાપુરની સાયન્સ કોલેજની ખુલ્લી મનમાની આવી સામે, કોપી કેસ ન કરવા કોલેજે 3 નિરીક્ષકોને નજરકેદ કર્યા

IAS અધિકારીએ વીડિયોને કેપ્શન આપ્યું, “બંધન જે જોડે છે. પ્રકૃતિ અદ્ભુત છે” ત્યારે એક દિવસમાં આ વીડિયોને 19 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. પ્રાણી પ્રેમીઓ કમેન્ટ્સ સેક્શનમાં માં અને બચ્ચાની આ ક્લિપની સુંદરતાની પ્રશંસા કરી રહ્યા છે. એક યૂઝરે કમેન્ટ્સ કરી, “સરસ. બંધન જે જોડે છે. કુદરત અદ્ભુત છે. આવા જ એક વીડિયોમાં અગાઉ એક માતા તેના બચ્ચા સાથે રમતી વખતે ડરી જવાનો ડોળ કરતી જોવા મળી હતી.

આ વીડિયોમાં જોવા મળે છે કે એક માતા તેના બચ્ચાથી ડરી જાય છે અને જોરદાર કુદકો મારે છે. વીડિયોમાં શરૂઆતમાં નાનું બચ્ચું ઘાસ પર ધીમા પગલે ચાલે છે અને જ્યારે તે નજીક આવે છે, ત્યારે બચ્ચા માતાને ડરાવવાનો પ્રયાસ કરે છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરે છે કે ઘણી દીપડા માતાઓ તેમના બચ્ચાને પ્રોત્સાહિત કરવા તેમજ તેમની પીછો મારવાની કુશળતાને તીક્ષ્ણ કરવા માટે સમાન હિલચાલનો ઉપયોગ કરે છે. અહીં જુઓ વીડિયો.

ભારતીય વન સેવા (IFS) અધિકારી સુશાંત નંદાએ શેર કર્યું કે મુંબઈના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં વિશ્વમાં સૌથી વધુ દીપડાઓની દસ્તાવેજી ઘનતા છે. સર્વોચ્ચ શિકારી તેમના પ્રપંચી સ્વભાવ માટે જાણીતા છે અને તેમના બચ્ચા સ્વતંત્ર જીવન જીવતા પહેલા 12 મહિના સુધી તેમની માતા પર નિર્ભર રહે છે. આ પ્રજાતિઓ IUCN રેડ લિસ્ટ ઓફ એન્ડેન્જર્ડમાં સૂચિબદ્ધ છે.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">