Viral video: હવે રસ્તો મૂકીને રખડતા ઢોર પહોંચ્યા દરીયાકાંઠે, જુઓ દરીયાની વચ્ચોવચ્ચ જામેલા આખલા યુદ્ધનો વાયરલ Video
ગામ હોય કે શેરી કે પછી મહાનગરોના રસ્તા ગુજરાતમાં રખડતાં ઢોરનો ત્રાસ વધી ગયો છે અને હવો તો આ આખલાઓ રસ્તા મૂકીને દરિયામાં પણ પહોંચી ગયા છે રખડતા આખલાઓ સામાન્ય નાગરિકથી માંડીને રાજનેતાઓને પોતાની હડફેટે લઈ ચૂકયા છે.
ગુજરાતમાં તો ઠેર ઠેર રખડતા ઢોરનો ત્રાસ વરતાય છે ગામ, શેરી કે પછી દુકાનો હવે દરેક જગ્યાએ રખડતાં ઢોરોએ માઝા મૂકી છે અને રખડતા ઢોરનો ત્રાસ ત્યાં સુધી વધ્યો છે કે તેણે રાજકીય નેતાઓને પણ પોતાની હડફેટે લેવાનું મૂક્યું નતી. ગુજરાતમાં ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલેને પણ રખડતા ઢોરે નીચે પાડી દીધા હતા તો અન્ય એક ઘટનામાં ગુજરાતની ચૂંટણીના સમયે નેતાની ચાલુ સભામાં રખડતા ઢોર ઘૂસી આવતા રાજકીય સભામાં અફરાતફરી મચી ગઈ હતી.
ચોરવાડના દરિયા કિનારે રખડતા આખલાઓ
આ છે વીડિયો વાયરલ થયો છે તે જૂનાગઢ નજીકના ચોરવાડના દરીયાકાંઠાનો છે અહીં જોવા મળી રહ્યું છે કે દરિયાની વચ્ચોવચ્ચે બે આખલા શિંગડા ભેરવીને ઝઘડી રહ્યા છે. દરિયાનાં મોજાં પણ બરાબર ઉછળી રહ્યા છે અને બે આખલા બરાબર બાખડી રહ્યા છે , આ આખાલા યુદ્ધ ઘણા સમય સુધઈ ચાલે છે પછી બંને આખલા છૂટા પડી જાય છે અને દરિયાની મજા માણતા હોય તેમ પાણીની વચ્ચે ઉભા રહી જાય છે આ વાયરલ વીડિયો જોઇને લોકો ગુજરાતમાં ઢોરના ત્રાસને લગતી વિવિધ કમેન્ટ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દરિયાના મોજા સતત ઉછળી રહ્યા છે, પરંતુ આખલાઓને તો જાણે કોઈ અસર જ નથી , આખલાઓ એવાી શિંગડે ભરાયા છે કે દરિયાદેવ પણ તેમને છૂટા પાડી શકી તેમ નથી.
આ પણ વાંચો અશોક ગેહલોતની સભામાં ઘૂસી ગયો આખલો, જાણો પછી અશોક ગેહલોતે શું કહ્યું?
ગુજરાતમાં સર્વત્ર રખડતાં ઢોરનો ત્રાસ
આ વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે હવે ફક્ત આકાશ એવી જગ્યાએ છે જ્યાં ઢોરનો આથંક નથી , બાકી રખડતી ગાય, ભેંસ અને આખલા લોકોના ઘરના ધાબા સુધી પણ ચઢી જાય છે. થોડા સમય પહેલા એવી ઘટના સામે આવી હતી કે એક કોર્પોરેશનની ટીમ ઢોર પકડવા ગઈ હતી ત્યારે ગાય દોડીને એક મકાનના ધાબા સુધી ચઢી ગઈ હતી અને ઢોર પકડવાની ટીમ ગાયની પાછળ પાછળ ગઈ તો ગાયે ઉપરથી નીચે કૂદકો મારી દીધો હતો!