AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : પોલીસ સ્ટેશનમાં નાગિન ડાન્સ, સ્વતંત્રતા દિવસની ઉજવણી પર ભાન ભૂલીને નાચ્યા પોલીસ જવાનો

Viral Video : પોલીસને હમેશા તેમના કડક સ્વભાવને કારણે ઓળખવામાં આવે છે. પણ હાલમાં જે વીડિયો વાયરલ થયો છે તેમાં પોલીસ કઈક અલગ અંદાજમાં જોવા મળે છે.

Viral Video : પોલીસ સ્ટેશનમાં નાગિન ડાન્સ, સ્વતંત્રતા દિવસની ઉજવણી પર ભાન ભૂલીને નાચ્યા પોલીસ જવાનો
Nagin dance Viral VideoImage Credit source: twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 5:50 PM
Share

ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી ભારતમાં ધામધૂમથી કરવામાં આવી. હર ઘર તિરંગા અને આઝાદીના અમૃત મહોત્સવ જેવા કાર્યક્રમો અને અભિયાનને કારણે દેશમાં ચારે તરફ દેશભક્તિનો માહોલ હતો. દર ઘર પર ત્રિરંગો હતો અને નાનાથી લઈને મોટા સુધી સૌ દેશભક્તિના રંગે રંગાયા હતા. ઉજવણીના અનેક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયર થયા હતા. સતત દેશની સેવામાં અને આપણી રક્ષાની જવાબદારી લઈને જીવતા પોલીસ જવાનનો કેટલાક વીડિયો પણ સ્વતંત્રતા દિવસે વાયરલ (Viral Video) થયા હતા. આ વીડિયો ઉત્તર પ્રદેશ પોલીસના (UP Police) છે.

હાલમાં ઉત્તરપ્રદેશ પોલીસના ડાન્સના બે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ બન્ને વીડિયો અલગ અલગ પોલીસ સ્ટેશનનો છે. એક વાયરલ વીડિયોમાં પોલીસ સ્ટેશન બહાર, ધ્વજવંદન બાદ એક પોલીસ અધિકારી અને પોલીસ જવાન નાગિન ડાન્સ કરી રહ્યા છે. બીજા એક વાયરલ વીડિયોમાં દેખાય રહ્યુ છે કે એક ખુલ્લા મેદાનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન પોલીસ જવાનો અને કેટલાક પોલીસ અધિકારીઓ દેશભક્તિના ગીતો પર મસ્ત ડાન્સ કરી રહ્યા છે. આ બન્ને વીડિયો લોકો ખુબ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ બન્ને વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

પોલીસના નાગિન ડાન્સનો વાયરલ વીડિયો

આ વીડિયો ઉત્તર પ્રદેશના પીલીભીતના પૂરનપુર કોતવાલી પોલીસ સ્ટેશનનો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સ્વતંત્રતા પર્વના અવસરે પોલીસ સ્ટેશનને સરસ રીતે શણગારવામાં આવ્યુ છે. કેટલાક પોલીસ જવાન અને અધિકારીઓ ઉજવણી માટે ભેગા થયા છે. તે બધા વચ્ચે એક પોલીસ અધિકારી મદારીને શરણાઈ હાથમાં લઈ નાચી રહ્યો છે અને પોલીસ જવાન નાગિન બનીને નાચી રહ્યો છે. આસપાસ ઊભા લોકો આ ડાન્સનો આંનદ લઈ રહ્યા છે.

સ્વાતંત્રતા પર્વની ઉજવણીમાં ખુબ નાચ્યા પોલીસ અધિકારીઓ

આ પણ વાયરલ વીડિયો પણ ઉત્તર પ્રદેશના એક પોલીસ સ્ટેશનનો છે. પોલીસ સ્ટેશનને ખુબ સારી રીતે શણગારવામાં આવ્યુ છે. એક ખુલ્લા મેદાનમાં ડીજે વાગી રહ્યુ છે. અને ઘણા બધા પોલીસ જવાનો અને પોલીસ અધિકારીઓ દેશભક્તિના ગીતો પણ ડાન્સ કરી રહ્યા છે. વ્યસ્ત જીવનમાંથી તેમણે પોતાના માટે હળવાસની પળ શોધી કાઢી હતી અને પોતાના સાથીદારો સાથે તેનો આંનદ લીધો હતો.

આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
g clip-path="url(#clip0_868_265)">