AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાની વ્યક્તિએ ભારતીય પત્નીની ઉડાવી મજાક, વ્લોગરે આપ્યો એવો જવાબ કે ‘બોલતી બંધ’ થઈ ગઈ

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે પરંતુ હાલમાં એક એવો વીડિયો સામે આવ્યો છે કે, જેને જોઈને લોકો ભારે આક્રોશ ઠાલવી રહ્યા છે.

પાકિસ્તાની વ્યક્તિએ ભારતીય પત્નીની ઉડાવી મજાક, વ્લોગરે આપ્યો એવો જવાબ કે 'બોલતી બંધ' થઈ ગઈ
Image Credit source: Instagram/@iamkarlrock
| Updated on: Jun 08, 2026 | 8:41 PM
Share

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને નેટીઝન્સનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. વાયરલ ક્લિપમાં એક પાકિસ્તાની વ્યક્તિ ન્યૂઝીલેન્ડના પ્રખ્યાત વ્લોગર કાર્લ રોકની (New Zealand Vlogger Karl Rock) ભારતીય પત્નીના રંગની જાહેરમાં મજાક ઉડાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ ઇન્ટરનેટ પર રંગભેદ અને ગોરા રંગને શ્રેષ્ઠ માનતી જૂની સંસ્થાનવાદી (ગુલામીની) માનસિકતા અંગે એક નવી ચર્ચા છેડાઈ ગઈ છે.

ટ્રાવેલ વ્લોગર કાર્લ રોકે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @iamkarlrock પર શેર કર્યો છે. વીડિયોની શરૂઆતમાં ટેક્સ્ટ લખેલું આવે છે, ‘જ્યારે તમે સાંભળશો કે, તેણે (પાકિસ્તાનીએ) મને શું કહ્યું, તો તમે હેરાન થઈ જશો.’

View this post on Instagram

A post shared by Karl Rock (@iamkarlrock)

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક પાકિસ્તાની વ્યક્તિ કાર્લ સાથે વાતચીત દરમિયાન અચાનક તેના લગ્નને લઈને સવાલ કરે છે. કાર્લ જણાવે છે કે, તેની પત્ની ઈન્ડિયન છે, ત્યારે તે પાકિસ્તાની વ્યક્તિ આશ્ચર્યચકિત થઈને કહે છે કે, ‘તમારી પત્ની ભારતીય છે? ભારતીયો તો કાળા હોય છે અને તમે ગોરા છો.’

વ્લોગરે શું આપ્યો જવાબ?

તે વ્યક્તિની વાત પર કાર્લે ગુસ્સે થવાને બદલે ખૂબ જ સમજદારીથી કામ લીધું. તેણે તે વ્યક્તિની વાતોને નજરઅંદાજ કરતા બસ એટલું જ કહ્યું, “મને સમજાતું નથી કે, તમે શું કહી રહ્યા છો.” કાર્લના આ જ અંદાજે લોકોના દિલ જીતી લીધા, કારણ કે તેણે રંગભેદી વાતને આગળ વધારવાની કે તેના પર પ્રતિક્રિયા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી.

સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો

આ વીડિયો પર કોમેન્ટ્સનો પૂર આવ્યો છે. પાકિસ્તાની યુઝર્સ પણ આ વ્યક્તિની કરતૂત પર શરમ વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી, ‘ખૂબ જ દુઃખની વાત છે કે, આપણા દેશના ઘણા લોકો આજે પણ અંગ્રેજોવાળી ગુલામીની માનસિકતામાં જીવી રહ્યા છે અને ગોરા રંગને શ્રેષ્ઠ ગણાવે છે.’ બીજાએ કહ્યું, ‘કાર્લે બિલકુલ સાચો જવાબ આપ્યો.’

અન્ય એક યુઝરે લખ્યું, ‘આવી નકામી રંગભેદી વાતોને ક્યારેય મહત્વ આપવું જોઈએ નહીં.’ વધુ એક યુઝરે કહ્યું, ‘કોઈના રંગ-રૂપની મજાક ઉડાવવી એ ભગવાનની મજાક ઉડાવવા બરાબર છે. ભારતીય, પાકિસ્તાની, યુરોપિયન કે આફ્રિકન, બધા પોતાની રીતે સુંદર છે.’

OMG! અમેરિકામાં ભીંડા બન્યા પ્રીમિયમ નાસ્તો, કિંમત જાણીને ચોંકી જશો

Follow Us
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
g clip-path="url(#clip0_868_265)">