Viral Video: ડૉલ્ફિન અને ટૂર બોટ વચ્ચે રેસનો આ વીડિયો જોઈ આપ પણ કહેશો વાહ!

Viral Video: ડૉલ્ફિન અને ટૂર બોટ વચ્ચે રેસનો મજેદાર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને ઉદ્યોગપતિ હર્ષ ગોયનકાએ (Harsh Goenka) પોતાના ટ્વીટર પર શેર કર્યો છે. જેને વારંવાર જોવામાં આવી રહ્યો છે.

Viral Video: ડૉલ્ફિન અને ટૂર બોટ વચ્ચે રેસનો આ વીડિયો જોઈ આપ પણ કહેશો વાહ!
ડૉલ્ફિન અને ટૂર બોટ વચ્ચેની રેસ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2021 | 10:26 PM

Viral Video: સમુદ્રમાં યાત્રા દરમિયાન ડૉલ્ફિન માછલીને જોવી પર્યટક માટે રોમાંચથી ઓછું નથી. પરંતુ શું તમે એકથી વધારે ડૉલફિન માછનીને ટૂર બોટ સાથે રેસ લગાવતા જોઈ છે? હકીકતમાં સોશિયલ મીડિયા પર એક ખૂબ જ રોમાંચક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પર્યટકો ભરેલી બોટ સાથે ડૉલ્ફિન માછલીઓ રેસ લગાવી રહી છે. ડૉલ્ફિન માછલીઓની આ રેસ એટલી આકર્ષક હતી કે બોટમાં સવાર પર્યટકો પણ આ પળને જોવાથી રોકી ન શક્યા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

બ્રિટિશ ન્યૂઝપેપર ધ સનના આ વીડિયોને ઉદ્યોગપતિ હર્ષ ગોયનકાએ (Harsh Goenka) પોતાના ટ્વીટર પર શેર કર્યો છે. જેને વારંવાર જોવામાં આવી રહ્યો છે. આ વીડિયોને શેર કરી તેમણે એક ખૂબ જ સરસ કેપ્શન લખ્યુ છે. તેમણે લખ્યુ કે આ એક એવી રેસ છે, જેમાં હું પણ ભાગ લેવાનું પસંદ કરુ છું. શેયર કર્યાના થોડા કલાકોમાં જ આ વીડિયોને હજારો લોકો જોઈ ચૂક્યા છે. સાથે અનેક લોકોએ આને રીટ્વીટ કર્યુ છે. અત્યાર સુધી હજારો લાઈક્સ પણ મળ્યા છે. લોકો ન માત્ર આ વીડિયોને જોઈ રહ્યા છે પણ ખૂબ જ સારી સારી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

હકીકતમાં આ વીડિયોને કેલિફોર્નિયાના ન્યૂપોર્ટ બીચના તટ પર કેદ કરવામાં આવ્યો હતો. જેને ન્યૂપોર્ટ વ્હેલ નામના ટ્વીટર હેન્ડલથી શેયર કરવામાં આવ્યો હતો. આ એક કંપની છે જે દક્ષિણ કેલિફોર્નિયામાં વ્હેલ અને ડૉલ્ફિન જોવા માટે ક્રુઝ આપે છે. આ દરમિયાન અનેક ડૉલ્ફિન ટૂર બોટ સાથે રેસ કરતી જોવા મળી છે. આ મનમોહક વીડિયો બધાના દિલ જીતી રહ્યો છે.

આ પણ વાંચો: Corona vaccination : કોરોના પર ભારતનો વેક્સિનથી પ્રહાર, એક અઠવાડિયામાં 3.3 કરોડ લોકોનું રસીકરણ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">