Viral Video : લિફ્ટમાં ફસાઈ ગયો કૂતરાનો પટ્ટો, મોટી દુર્ઘટના ઘટે તે પહેલા જ થયો આ ચમત્કાર !

આજકાલ એક કુતરાનો રેસ્કયુ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,જેમાં એક ડિલિવરી બોય કુતરાને બચાવી રહ્યો છે.

Viral Video : લિફ્ટમાં ફસાઈ ગયો કૂતરાનો પટ્ટો, મોટી દુર્ઘટના ઘટે તે પહેલા જ થયો આ ચમત્કાર !
Dog Rescue Video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 3:36 PM

Viral Video : હાલમાં જ ચીનમાં એક લિફ્ટમાં મોટી દુર્ઘટના ટળી હતી. ખરેખર, લિફ્ટના દરવાજામાં પાલતુ કૂતરાનો પટ્ટો ફસાઈ ગયો અને લિફ્ટ દોડવા લાગી. સદ્ભાગ્યે તે જ સમયે એક ડિલિવરી બોય ત્યાં પહોંચી ગયો અને કૂતરાનો (DOG) જીવ બચાવ્યો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ જોયા બાદ દરેક લોકો આ ડિલિવરી બોયની પ્રશંશા કરી રહ્યા છે.આ વીડિયોને અત્યારસુધીમાં 21 લાખથી વધુ વ્યુઝ મળી ચુક્યા છે.

આ ચોંકાવનારી ઘટના 23 ઓક્ટોબરે ચીનના(China)  હુબેઈ પ્રાંતમાં બની હતી. જેના સીસીટીવી ફૂટેજ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને સ્થાનિક વેબસાઈટ સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે તેના યુટ્યુબ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે લિફ્ટનો દરવાજો ખુલે છે, ત્યારે જ એક પાલતુ કૂતરો તેમાં પ્રવેશે છે. તે પછી લિફ્ટ બંધ થઈ જાય છે. બાદમાં નીચેના માળે લિફ્ટનો દરવાજો ખુલે છે અને ત્યાં હાજર એક ડિલિવરી બોય (Delivery Boy) તેને બચાવે છે.

જુઓ વીડિયો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ વીડિયો જોયા બાદ દરેક ડિલિવરી બોયના વખાણ કરી રહ્યા છે. જો કે લિફ્ટનો દરવાજો ખોલતાની સાથે જ ડિલિવરી બોય કૂતરાને દોરડાથી લટકતો જોઈને ગભરાઈ જાય છે. અને બાદમાં તે તેના પટ્ટાને દુર કરીને તેનો જીવ બચાવે છે.

વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ડિલિવરી બોયએ જે રીતે પરિસ્થિતિને સંભાળી, તે પ્રશંસનીય છે. જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ (Comment) કરતા લખ્યું છે કે, આ કૂતરો ખૂબ જ નસીબદાર હતો, જેને આ ડિલિવરી બોયએ છેલ્લી ક્ષણે બચાવી લીધો. આ વીડિયોને યુઝર્સ ખુબ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Video : સિંહને સ્પર્શ કરવા પ્રવાસીએ ખોલી બસની બારી, પછી જે થયુ તે જોઈને તમે પણ દંગ રહી જશો !

આ પણ વાંચો: Video : દિવાળી પહેલા લાઈટવાળી સાડીએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, જોઈને લોકોએ કહ્યુ ” હવે દીવા કરવાની જરૂર નથી “

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">