Viral Video : Raksha Bandhan પહેલા વાયરલ થયો ભાઈ-બહેનનો વીડિયો, બહેનની હરકત જોઈ ખડખડાટ હસ્યા લોકો
રક્ષાબંધનના તહેવાર પહેલા સોશિયલ મીડિયા પર ભાઈ-બહેનનો એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો જોઈને લોકો પહેલા ભાવૂક થયા અને અંતે ખડખડાટ હસ્યા પણ હતા.
રક્ષાબંધન (Raksha Bandhan) એ ભાઈ-બહેનના પવિત્ર બંધનની ઊજવણીનો તહેવાર છે. કાલે 11 ઓગસ્ટના દિવસે આખા દેશમાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઊજવવામાં આવશે. ભારતમાં વર્ષોથી આ તહેવાર હર્ષોઉલ્લાસથી ઉજવવામાં આવે છે. ભાઈ-બહેનનો સંબંધ ઘણો પવિત્ર અને પ્રેમથી ભરેલો હોય છે. તેમના વચ્ચે કેટલા પણ ઝગડા થાય, તેઓ એક બીજાની રક્ષા માટે કઈ પણ કરવા તૈયાર હોય છે. રક્ષાબંધનના તહેવાર પહેલા સોશિયલ મીડિયા પર ભાઈ-બહેનનો એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો જોઈને લોકો પહેલા ભાવૂક થયા અને અંતે ખડખડાટ હસ્યા પણ હતા.
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, 3 નાના છોકરાઓ સાથે મળીને કોઈ ઘરમાં રમત રમી રહ્યા છે. ત્યારે જ રમત વચ્ચે તેમની નાની બહેન તમેના માટે પાણી લઈને આવે છે. તેમ એક પછી એક પોતાના ભાઈઓને એક પાત્રમાંથી પાણી પીવડાવે છે. લોકો તેની આ કામથી ખુબ પ્રભાવિત થાય છે. લોકોને લાગે છે કે તે પોતાના ભાઈઓનું કેટલુ ધ્યાન રાખે છે. પણ વીડિયોના અંતે જે જોવા મળે છે, તે ખરેખર ચોંકાવનારુ છે. તેને જોઈને તમે હસી પડશો. તે નાની બહેન તેના ભાઈઓને ટોયલેટમાંથી લીધેલુ પાણી પીવડાવી રહી છે. તેની નાદાન હરકતો જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા.
આ રહ્યો એ વાયરલ વીડિયો
awww sister love! pic.twitter.com/YaTQg7O2mN
— ViralPosts (@ViralPosts5) August 9, 2022
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @ViralPosts5 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લાખો લોકોએ જોયો છે. લોકો આ વીડિયોને ખુબ પંસદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને ખુબ શેર કરી રહ્યા છે. ખાસ કરીને બહેનો પોતાના ભાઈઓને આ વીડિયો શેર કરી રહી છે.લોકો આ વીડિયોને લાઈક કરીને તેના પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. લોકોએ આ વાયરલ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયો શરુઆતમાં સૌને ભાવુક કરી દે છે, પણ છેલ્લે લોકોને હસવા મજબૂર કરી દે છે. આ રક્ષાબંધમ પર કેટલાક ભાઈઓ એ વાતથી ડરી રહ્યા છે કે તેમની બહેનો તેમની સાથે આવા કામ તો નહીં કરેને. અને કેટલીક બહેનો તેમના ભાઈઓને મોકલીને ચેતવણી આપી રહી છે કે જો સારુ ગીફટ ના આપ્યુ તો આવુ કઈક થઈ શકે છે.