પપ્પાની પરીઓના વાયરલ કારનામા, Viral Video જોઈને હસી હસીને લોટપોટ થયા લોકો
Viral Video: સોશિયલ મીડિયા પર પપ્પાની પરીઓના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. આ વીડિયો એટલા ફની હોય છે કે લોકો હસી હસીને લોટપોટ થઈ જાય છે.
સોશિયલ મીડિયાએ વાયરલ વીડિયોનો (Viral Video) ખજાનો છે. અહીં લાખોની સંખ્યામાં વીડિયો અપલોડ થતા હોય છે. એમાના અનેક વીડિયો એટલા યુનિક હોય છે કે લોકો તેમને ખુબ શેર કરે છે અને એ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થાય છે. આ વાયરલ વીડિયોમાં ફની વીડિયો, અકસ્માતના વીડિયો એવા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. ઓફિસના કામ કે સ્કૂલ-કોલજથી થાકીને ઘરે આવ્યે ત્યારે આવા વીડિયો લોકોનો થાક ઓછો કરી નાંખે છે. આવા વીડિયો તમામ થાક અને તણાવ દૂર થઈ જાય છે. પપ્પાની પરીઓના એવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેને જોઈ જોઈને લોકો હસી હસીને લોટપોટ થઈ જાય છે.
પપ્પાની પરીને દેખાડો કરવો ભારે પડ્યો
View this post on Instagram
વધારે પડતી હોંશિયારી અને પોતાને કઈક મોટો માનવાના વિચાર લોકો કેટલીક વાર તે વ્યક્તિને ભારે પડે છે. આ વાયરલ વીડિયોમાં પણ કઈક એવુ જ જોવા મળી રહ્યુ છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી વોશ બેસિનમાં આરામથી પગ ધોઈ રહી છે. બીજો પગ ધોઈને તે જેવા પગ બહાર કાઢે છે કે ધડામ દઈને જમીન પર પડે છે. આ વીડિયો લોકો વચ્ચે ખુબ વાયરલ થયો છે.
ઉડી રહી છે પપ્પાની પરી
View this post on Instagram
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી ફૂટપાથથી રસ્તા તરફ સ્કેટ બોર્ડથી જાય છે અને અચાનક તે છંલાગ મારે છે.
પપ્પાની પરીએ પપ્પા ચઢાવી દીધી સ્કૂટી
View this post on Instagram
આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી પોતાના ઘરના આંગણામાં સ્કૂટી ચલાવતા શીખે છે. તેના પપ્પા તેને સ્કૂટી ચલાવવા માટે માર્ગદર્શન આપી રહ્યા છે. છોકરી ધીરે ધીરે એક્સીલેટર આપે છે અને અચાનક વધારે એક્સીલેટર આપીને તે પપ્પા સાથે અથડાઈ જાય છે અને પોતે પણ સ્કૂટી લઈને પડે છે. જોકે તેમને કોઈ નુકશાન નથી થતુ. આવા પપ્પાની પરીઓના અનેક વીડિયોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈને લોકોને મનોરંજન આપે છે.