AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIRAL VIDEO: ટોલ નાકા પર એમ્બ્યુલન્સ બની ભયાનક અકસ્માતનો શિકાર, ભયાનક CCTV ફૂટેજ આવ્યા સામે

સોશિયલ મીડિયા પર તમે ભયાનક અકસ્માતોના (Horrific accident) અનેક વીડિયો જોયા હશે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને જોઈને તમે 2-3 સેકેન્ડ માટે દંગ રહી જશો.

VIRAL VIDEO: ટોલ નાકા પર એમ્બ્યુલન્સ બની ભયાનક અકસ્માતનો શિકાર, ભયાનક CCTV ફૂટેજ આવ્યા સામે
Ambulance horrific accident viral VideoImage Credit source: twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 9:00 PM
Share

દરેક વ્યક્તિ એવી પ્રાર્થના કરતો હોય છે કે તેના જીવનમાં તેણે કોઈ પણ દિવસ અકસ્માતનો ભોગ ના બનવું પડે. અકસ્માત વ્યકિતના હસતા રમતા પરિવારને વેરવિખેર કરી શકે છે. તેના હસતા જીવનને દુ:ખના અંધકારમાં ધકેલી શકે છે. આ અકસ્માતમાં ઘણા લોકોના શરીરના અંગો પણ કપાઈ જતા હોય છે. જે તેમને જીવનભરની વિકલાંગતા અને દુ:ખ આપતુ જાય છે. તેથી જ સરકાર દ્વારા કહેવામાં આવે છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરો અને વાહન ધીમે હાંકો. સોશિયલ મીડિયા પર તમે ભયાનક અકસ્માતોના (Horrific accident) અનેક વીડિયો જોયા હશે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને જોઈને તમે 2-3 સેકેન્ડ માટે દંગ રહી જશો. આ વીડિયો ભારતનો જ છે. આ વીડિયો હાલમાં જોરદાર રીતે વાયરલ (Viral Video) થયો છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો કર્ણાટકના ઉડુપી જિલ્લાનો છે. જ્યાં ટોલ નાકા પર એમ્બ્યુલન્સ ખરાબ રીતે અથડાતી જોવા મળે છે. ફૂટેજ બતાવે છે કે એક ગાર્ડ ટોલ પ્લાઝામાંથી પ્રથમ બે બેરિકેડ્સને સફળતાપૂર્વક સાફ કરી રહ્યો છે અને બીજો ગાર્ડ છેલ્લી બેરિકેડ્સને હટાવવા માટે ટોલ બૂથની નજીક જઈ રહ્યો છે અને એક ગાય જે તે રસ્તામાં આવી રહી છે તેને પણ હટાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે છેલ્લી બેરિકેડ દૂર કરી પણ ગાયને ત્યાંથી હટાવી શકતો નથી. અંતે એમ્બ્યુલન્સ કોઈ કારણસર ભયાનક રીતે પલટી જાય છે, તેમાં બેઠેલા લોકો અને દર્દી પણ એમ્બ્યુલન્સમાંથી ફેકાઈ જાય છે અને આ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર પણ આગળનો કાચ તોડીને બહાર પડે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભીના રસ્તાને કારણે તે પોતાનો કાબૂ ગુમાવી બેસે છે. હાલ સુધી 4 લોકોના મોત આ અકસ્માતમાં થઈ છે.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ  વીડિયો

આ વીડિયો ટ્વિટર પર વાયરલ થયો છે. ટ્વિટર પર  ANI  દ્વારા આ વીડિયો શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને લોકો ખેરખર દંગ રહી ગયા છે. લોકો વિચારવા મજબૂર થઈ ગયા છે આવુ કઈ રીતે બને. આ અકસ્માતમાં ભૂલ કોની? આ અકસ્માતનો ભોગ બનેલા લોકોની હાલની સ્થિતી શું હશે ? આ તમામ સવાલો લોકોના મનમાં ફરી રહ્યા છે. લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે આ અકસ્માતનો ભોગ બનેલા લોકોની સ્થિતી ગંભીર ના હોય.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">