CCTVમાં કેદ થયો અજીબોગરીબ જીવ, વીડિયો જોયા પછી થરથર કાંપી ઉઠ્યા લોકો, પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી રહ્યા
આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા (Shocking Viral Video) પ્લેટફોર્મ ટ્વિટર પર પેરાનોર્માલિટી મેગેઝિન નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 33 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખ 38 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.
દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે, જેના વિશે અવારનવાર સવાલો ઉભા થયા છે. તેમાં ભૂત અને એલિયન્સ(Aliens) પ્રથમ નંબરે છે. કેટલાક લોકો માને છે કે ભૂત અને એલિયન્સ છે, જ્યારે કેટલાક લોકો તેમના પર વિશ્વાસ નથી કરતા અને આવી વાતોને માત્ર અફવા (Rumor) ગણાવે છે. જોકે આ અફવાઓ પર ઘણી ફિલ્મો બની છે, જે સુપરહિટ પણ સાબિત થઈ છે. જે લોકો આ વાતોમાં વિશ્વાસ નથી કરતા તેઓને પણ આવી ફિલ્મો ઘણી પસંદ આવે છે.
ફિલ્મો સિવાય પણ આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વારંવાર વાયરલ થતા હોય છે, જેમાં તેઓ ભૂત કે એલિયન, યુએફઓ જોવાનો દાવો કરે છે. આવા જ એક વીડિયોએ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. આ વીડિયોમાં એક વિચિત્ર પ્રાણી (Weird Creature) ચાલતું જોવા મળી રહ્યું છે, જેને જોઈને લોકોના રૂંવાડા ઉભા તઈ ગયા હતા.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે ધુમાડા અથવા પડછાયા જેવી કોઈ વસ્તુ ફરતી જોવા મળે છે. આ પડછાયો માણસ જેવો દેખાય છે, પરંતુ તે નીચે નમતો હોય છે જાણે તે કોઈ બીજી દુનિયાનું પ્રાણી હોય. હવે તે બીજી દુનિયાનું પ્રાણી છે કે ભૂત, કોઈ નથી જાણતું, પણ વીડિયો જોયા પછી એવું નથી લાગતું કે તે માણસ છે.
આ ચોંકાવનારો નજારો સીસીટીવીમાં કેદ થયો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો અમેરિકાના મિનેસોટા શહેરના મૂરહેડનો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયો એવો છે કે જેને જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઈ જાય છે.
Here’s the video of the Pale creature caught on a security cam near Moorhead, KY. #cryptid pic.twitter.com/jCexxlQTA0
— Paranormality Magazine (@ParanormalityM) July 9, 2022
આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પેરાનોર્માલિટી મેગેઝિન નામના આઈડીથી શેર કરવામાં આવ્યો છે. 33 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખ 38 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. આ વિડિયો જોયા પછી લોકોને ખાતરી નથી થઈ રહી કે તે સાચો છે કે ખોટો.