AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : કચરો વિણતી મહિલા બોલી એવુ અંગ્રેજી જેને સાંભળીને લોકો ચોંકી ઉઠ્યા !

આ મહિલાની મદદ કરવા માટે ઘણા લોકોએ ઇચ્છા પણ વ્યક્ત કરી છે અને સોશિયલ મીડિયા પર તેમનો આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

Viral Video : કચરો વિણતી મહિલા બોલી એવુ અંગ્રેજી જેને સાંભળીને લોકો ચોંકી ઉઠ્યા !
A woman weaving garbage speaks English
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 12:03 PM
Share

આપણે મોટાભાગે લોકોના ચહેરા અને પહેરવેશને જોઇને તે વ્યક્તિની આર્થિક સ્થિતી અને ભણતરને લઇને અંદાજો લગાવી લઇએ છીએ. પરંતુ આપણે આવુ ન કરવુ જોઇએ કારણ કે કોઇ પણ વ્યક્તિને સમજ્યા વગર તેમના વિશે કોઇ પણ માન્યતા ધારણ કરવી મુશ્કેલ છે. સામે વાળાનો રંગ-રૂપ અને કપડાં જોઇને તેને ક્યારે પણ જજ કરવુ નહીં.

હાલમાં બેંગલુરુની એક મહિલા સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ મહિલા વિશે કહેવામાં આવી રહ્યુ છે કે તે કચરો વણવાનું કામ કરે છે. પરંતુ તેનો જે વીડિયો વાયરલ થયો છે, જેમાં મહિલા જબરદસ્ત ઇંગ્લિશ બોલી રહી છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયોને itmeshachinaheggar એ શેયર કર્યો છે. વીડિયોમાં એક મહિલા દેખાઇ રહી છે અને તે કહી રહી છે કે તેણે 7 વર્ષ સુધી જાપાનમાં કામ કર્યુ છે. વીડિયો પ્રમાણે તે સદાશિવનગરની આસપાસ કચરો વણી રહી હતી. તેણે વધુમાં જણાવ્યુ કે 7 વર્ષ બાદ તે પરત ભારત આવી ગઇ હતી.

સાથે જ મહિલાએ પોતાની વાત કહેતા કહેતા એક સોન્ગ પણ ગાયુ છે. તેમણે પોતાનું નામ Cecilia Margaret Lawrence જણાવ્યું. ઘણા બધા લોકોએ વીડિયો જોઇને લખ્યુ કે મહિલાનો વીડિયો રેકોર્ડ કરીને ખૂબ સારુ કામ કરવામાં આવ્યુ છે.

સચિન હેગરે મહિલા વિશે લખ્યુ કે અનોખી વાર્તાઓ હંમેશા આપણી આસપાસ હોય છે. તમારે બસ એટલુ કરવાનું છે કે ઉભા રહો અને ચારેતરફ જુઓ, કેટલીક સુંદર તો કેટલીક દુ:ખભરી, પરંતુ ફુલો વગર જીંદગી શુ છે. આ અદ્ભૂત ઉત્સાહી મહિલાનો સંપર્ક કરવો જોઇએ. જો તમારામાંથી કોઇ તેમને મળવા માંગે છે તો અમને કોન્ટેક્ટ કરે. @ceciliaed_always એક પેજ છે જેમાં આ મહિલાની મોડેલિંગની તસવીરો પણ મળી જશે. જો કે મહિલા પોતે આ પેજની ઓનર નથી.

તમને જણાવી દઇએ કે જે મહિલાએ આ વીડિયો બનાવ્યો તેમણે જણાવ્યુ કે તેને આ મહિલા કચરો વણતા જોવા મળી હતી. તે પ્લાસ્ટિક ભેગુ કરી રહી હતી. સાથે જ તેમણે જણાવ્યુ કે, પ્લાસ્ટિક વેચીને તેને જે પૈસા મળે છે તેનાથી તે પોતાનો ખર્ચો કાઢે છે. આ મહિલાની મદદ કરવા માટે ઘણા લોકોએ ઇચ્છા પણ વ્યક્ત કરી છે અને સોશિયલ મીડિયા પર તેમનો આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો – Shravan-2021 : ક્યાંક તમે તો નથી કરતાંને આ ભૂલ ? મહામારીમાં ઘરે જ શિવજીની પૂજા કરવાના જાણી લો આ નિયમો !

આ પણ વાંચો – Airport બાદ હવે check post ઉપર Adani Group નો કબ્જો , જાણો ક્યાં રાજ્યમાં ખરીદી 49% હિસ્સેદારી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">