Airport બાદ હવે check post ઉપર Adani Group નો કબ્જો , જાણો ક્યાં રાજ્યમાં ખરીદી 49% હિસ્સેદારી

TV9 GUJARATI

|

Updated on: Aug 17, 2021 | 10:33 AM

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સંપાદન રૂ 1,680 કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્ય (EV) પર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર બોર્ડર ચેક પોસ્ટ નેટવર્ક લિમિટેડ (MBCPNL) સદભાવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લિમિટેડ (SIPL) ની પેટાકંપની છે.

Airport બાદ હવે check post ઉપર Adani Group નો કબ્જો , જાણો ક્યાં રાજ્યમાં ખરીદી 49% હિસ્સેદારી
Gautam Adani

Follow us on

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (Adani Enterprises Ltd) તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ (Adani Road Transport Ltd) મહારાષ્ટ્ર બોર્ડર ચેક પોસ્ટ નેટવર્ક લિમિટેડ(Maharashtra Border Check Post Network Ltd)માં 49 ટકા હિસ્સો હસ્તગત કરશે. કંપની પાસે નિયમનકારી મંજૂરીને આધિન વધારાનો હિસ્સો ખરીદવાનો વિકલ્પ પણ હશે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સંપાદન રૂ 1,680 કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્ય (EV) પર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર બોર્ડર ચેક પોસ્ટ નેટવર્ક લિમિટેડ (MBCPNL) સદભાવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ લિમિટેડ (SIPL) ની પેટાકંપની છે.

એન્ટરપ્રાઇઝ વેલ્યુ (EV) એ કંપનીના કુલ મૂલ્યનું માપ છે જેનો ઉપયોગ ઘણીવાર ઇક્વિટી માર્કેટ કેપના વ્યાપક વિકલ્પ તરીકે થાય છે. EV તેની ગણતરીમાં કંપનીની માર્કેટ કેપ જ નહીં પણ કંપનીના ખાતામાં ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની લોન તેમજ તમામ પ્રકારની રોકડનો સમાવેશ કરે છે.

49 ટકા હિસ્સો ખરીદશે કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે ARTL જે ભારતમાં રોડ અને હાઇવે પ્રોજેક્ટ્સ વિકસ કરે છે, નિર્માણ કરે છે અને તેનું સંચાલન કરે છે. કંપની MBCPNL માં 49 ટકા હિસ્સો પ્રથમ હસ્તગત કરશે જેમાં વધારાનો હિસ્સો ખરીદવાનો વિકલ્પ હશે. ગેટવે મહારાષ્ટ્રને 6 પડોશી રાજ્યો સાથે જોડે છે જે ભારતમાં 20 ટકાથી વધુ વ્યાપારી માર્ગ ટ્રાફિકને આવરી લે છે.કંપની પાસે 24 સંકલિત ચેકપોસ્ટ છે જે મહારાષ્ટ્રની અંદર અને બહારના તમામ મુખ્ય ટ્રાફિક માર્ગો માટે કોમર્શિયલ વાહનોમાંથી સર્વિસ ફી વસૂલવાની સત્તા ધરાવે છે.

ARTLના સીઈઓ કૃષ્ણ પ્રકાશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે ભારતે તેના રોડ નેટવર્કના નિર્માણ અને રાષ્ટ્રને જોડવામાં જબરદસ્ત પ્રગતિ કરી છે જે આર્થિક વૃદ્ધિમાં આવશ્યક ફાળો આપનાર પરિબળ છે. તેમણે ઉમેર્યું હતું કે દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની સૌથી મોટી કંપની તરીકે અદાણી ગ્રુપ દેશમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના માલિક અને ઓપરેટર બનવાના તેના મિશનને અનુરૂપ વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનો પોર્ટફોલિયો બનાવવા માંગે છે.

આ પણ વાંચો : Share Market : પ્રારંભિક ઉતાર – ચઢાવ વચ્ચે ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો? જાણો અહેવાલમાં

આ પણ વાંચો : IPO Allotment Status : શું તમે CarTrade Tech IPO માં રોકાણ કર્યું છે? આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહીં

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati