Viral Video: 2 હેલીકોપ્ટર ભયાનક રીતે અથડાયા, એક પાયલટની ભૂલને કારણે હેલીકોપ્ટરના થયા આ હાલ

કેટલાક સુખીસંપન્ન લોકો વિમાન કે હેલિકોપ્ટરનો. આ ખર્ચાળ તો હોય છે પણ સમય બચાવે છે. આવા હેલિકોપ્ટરના અકસ્માતનો એક ભયંકર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થયો છે.

Viral Video: 2 હેલીકોપ્ટર ભયાનક રીતે અથડાયા, એક પાયલટની ભૂલને કારણે હેલીકોપ્ટરના થયા આ હાલ
Viral VideoImage Credit source: TWITTER
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 9:56 PM

સોશિયલ મીડિયા પર તમે અકસ્માતના ઘણા વીડિયો જોયા હશે. કેટલાક અકસ્માત એટલા ભયનાક હોય છે કે જેમાં ઘણા લોકોના કરુણ મોત થતા હોય છે. આ અકસ્માતો પાછળ ઘણા કારણો હોય છે. વાહન ચલાવનારની ભૂલ, ટેકનીકલ ખામી કે કોઈ અન્ય કારણો. ઘણા અકસ્માતો પાછળ વિચિત્ર કારણો પણ સામે આવે છે, જે એકવારમાં સમજ ના આવે. ઈતિહાસમાં એવા અનેક અકસ્માતો વિશેની વાતો આપણે સાંભળી જ છે. અકસ્માતને કારણે આર્થિક, શારીરિક અને માનસિક રીતે ઘણુ નુકસાન થતુ હોય છે. મુસાફરીને ઝડપી બનાવવા ઘણા લોકો ટ્રેનનો સહારો લે છે અને કેટલાક સુખીસંપન્ન લોકો વિમાન કે હેલિકોપ્ટરનો. આ ખર્ચાળ તો હોય છે પણ સમય બચાવે છે. આવા હેલિકોપ્ટરના (Helicopter) અકસ્માતનો એક ભયંકર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થયો છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક હેલિકોપ્ટર ટેક ઓફ કરવા માટે તૈયાર છે અને બીજુ લેન્ડ થઈ રહ્યુ છે. બંન્ને હેલિકોપ્ટરના પાંખીયા ફરી રહ્યા છે. લેન્ડ થઈ રહેલા હેલિકોપ્ટરનો પાઈલટ થોડી ભૂલ કરે છે. તે બીજા હેલિકોપ્ટરની ખૂબ જ નજીક પોતાનું હેલિકોપ્ટર ઉતરવાનું શરૂ કરે છે, જ્યારે બંનેના પાંખીયા અથડાય છે, ત્યારે ભયંકર અકસ્માત થાય છે. આ દુર્ઘટનામાં બંને હેલિકોપ્ટરને ખરાબ રીતે નુકસાન થયું છે. હેલિકોપ્ટરની ખૂબ નજીક ઉભેલી વ્યક્તિ આ અકસ્માતમાં બચી જાય છે. આ વીડિયો ક્યાનો છે? કયા સમયનો છે? એ જાણવા નથી મળ્યુ. પણ આ અકસ્માતમાં કોઈનો જીવ નથી ગયો એ મોટી વાત છે.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ ખતરનાક નજારો CCTV કેમેરામાં કેદ થયો છે, જેને જોઈને સૌ ચોંકી ગયા છે. આ ભયાનક હેલિકોપ્ટર દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર ડેશ કેમ ટ્વેટસ નામની આઈડીથી શેયર કરવામાં આવ્યો છે. હજારોમી સંખ્યામાં લોકોએ આ વીડિયો જોયો છે અને પોતાનીઅલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાકે તેને ‘મોંઘો અકસ્માત’ ગણાવ્યો છે તો કેટલાક કહી રહ્યા છે કે આ બંને પાઈલટની ભૂલ છે. આ વીડિયો પરથી જાણવા મળે છે કે તમારી નાનકડી ભૂલ કેટલી મોટી હોનારત સર્જી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">