AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: બેંગલુરુએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, લખનૌ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 23 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટક્કર થઈ રહી છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: બેંગલુરુએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, લખનૌ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
RCB vs LSG
| Updated on: Apr 15, 2026 | 7:24 PM
Share

IPL 2026માં આજે સિઝનના 22 મા મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે LSG આ મેચમાં પહેલા બેટિંગ કરશે. RCB અને LSG બંને આ સિઝનની પાંચમી મેચ રમશે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

રજત પાટીદારે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. રજત પાટીદારે કહ્યું કે અમે પહેલા બોલિંગ કરીશું. પાછલી મેચમાં ઘણું ઘાસ હતું. પણ મને લાગે છે કે આ વિકેટ પર ઘાસ નથી. તેથી, આ એક સારો ટ્રેક હશે. અમે ટીમમાં ફક્ત એક ફેરફાર કર્યો છે. ડફીની જગ્યાએ જોશ હેઝલવુડ આજની મેચમાં રમશે.

રિષભ પંતે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતે કહ્યું કે મને લાગે છે કે બેટિંગ માટે આ ખૂબ સારી વિકેટ છે. અમે ટીમ તરીકે આગલા વધી રહ્યા છીએ અને આજની મેચમાં રન ડીફેન્સ કરી મેચ જીતવા પ્રયાસ કરીશું. અમે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.

લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન

એડન માર્કરામ, મિશેલ માર્શ, રિષભ પંત(વિકેટકિપર/કેપ્ટન), નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, અવેશ ખાન, દિગ્વેશ સિંહ રાઠી, પ્રિન્સ યાદવ.

ઈમ્પેક્ટ સબ્સ: મણિમરણ સિદ્ધાર્થ, જ્યોર્જ લિન્ડે, મેથ્યુ બ્રિત્ઝકે, હિંમત સિંહ, મયંક યાદવ.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઈંગ ઈલેવન

ફિલિપ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકિપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રસિક સલામ દાર.

ઈમ્પેક્ટ સબ્સ: વિરાટ કોહલી, વેંકટેશ અય્યર, જોર્ડન કોક્સ, કનિષ્ક ચૌહાણ, મંગેશ યાદવ.

Breaking News: રિંકુ સિંહ કોલકાતા નાઈટ રાઈડર્સમાંથી થશે બહાર ? આ ટ્રેન્ડ આપી રહ્યું છે મોટો સંકેત

Follow Us
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
g clip-path="url(#clip0_868_265)">