Viral Video : ઘરમાં ઘૂસી આવ્યો રીંછ, પાળતૂ શ્વાન એ બહાદુરીથી બચાવ્યો માલિકનો જીવ, જુઓ Video
Shocking Viral Video : રસ્તા પર રખડતા શ્વાન (Dog) પણ તેનું ધ્યાન રાખનારા લોકો પ્રત્યે વફાદારી રાખે છે. હાલમાં ન્યૂયોર્કના એક ઘરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને કારણે શ્વાનની વફાદારીના કિસ્સામાં વધુ એક કિસ્સો ઉમેરાયો છે.

New York : શ્વાન દુનિયાના સૌથી વફાદાર પ્રાણીઓમાંથી એક છે. તેની વફાદારીના કિસ્સા આપણે રોજિંદા જીવનમાં સાંભળી એ જ છે. શ્વાન પોતાના માલિક પ્રત્યે ખુબ જ સંવેદનશીલ હોય છે. રસ્તા પર રખડતા શ્વાન (Dog) પણ તેનું ધ્યાન રાખનારા લોકો પ્રત્યે વફાદારી રાખે છે. હાલમાં ન્યૂયોર્કના એક ઘરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને કારણે શ્વાનની વફાદારીના કિસ્સામાં વધુ એક કિસ્સો ઉમેરાયો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ઘરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક રીંછ દરવાજામાંથી ઘરમાં પ્રવેશી રહ્યુ હતુ. તે રસોડા તરફ આગળ વધી રહ્યુ હતુ, ત્યારે જ ઘરના પાલતૂ શ્વાન એ રીંછનો જોઈને જોર-જોરથી ભોંકવાનું શરુ કરી દીધું. આ જોઈને રીંછ ડરી ગયુ અને ઘરની બહાર ભાગી ગયુ. ઘરની અંદરથી એક મહિલા ઝડપથી આવીને દરવાજો બંધ કરી દે છે. જેને કારણે ઘરની અંદર સૌ કોઈ સુરક્ષિત થઈ જાય છે. બહારથી કાચવાળા દરવાજામાંથી રીંછ ઘરની અંદર જોતો જ રહી જાય છે.
આ પણ વાંચો : Viral Video: ચિત્તાના પરિવાર માટે થંભી ગયો ટ્રાફિક, રસ્તા વચ્ચે કરી માણસો જેવી હરકતો
આ રહ્યો એ વાયરલ વીડિયો
That’s one brave dog: When a nosy black bear managed to get inside a family’s kitchen in their upstate NY home, their dog Harper sprang into action to scare off the potential predator. pic.twitter.com/iRHsHxe1u4
— NowThis (@nowthisnews) May 31, 2023
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી @nowthisnews દ્વારા શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયો જોઈ યુઝર્સ દંગ રહી ગયા હતા.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખુબ જ શાનદાર વીડિયો છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, શ્વાન ખરેખર વફાદાર પ્રાણી છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, શ્વાનની હિંમતને સલામ. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.
આ પણ વાંચો : Viral Video : હવામાં હજારો ફૂટ પર લટકતા પ્લેટફોર્મ પર સાઈકલસવારે કર્યો સ્ટંટ, Video જોયા પછી લાગશે ડર
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest News Updates





