Weird Food : સમોસાની અંદર બિરયાની ભરીને બનાવી દીધા ‘બિરયાની સમોસા’, લોકોએ કહ્યું- યે ગુનાહ હૈ ભાઈ, જુઓ Viral Photo
હેડલાઇન વાંચીને તમને આશ્ચર્ય થશે કે શું અમે મજાક કરી રહ્યા છીએ. પરંતુ બિરયાની સમોસા એક એવી વસ્તુ છે, જેને જોઈને ઈન્ટરનેટ યુઝર્સ ચોકી ગયા છે. લોકો સમોસામાં વિવિધ પ્રકારની ફિલિગ ભરતા હોય છે ત્યારે એક ભાઈએ તો ચીકન બિરયાની બનાવીને જ સમોસામાં ભરી દીધી.

આજકાલ સ્ટ્રીટ ફૂડ વેચનારા લોકોની સંખ્યા ઘણી વધી ગઈ છે. તેથી જ તેમની વચ્ચે ઘણી સ્પર્ધા પણ થઈ છે. દરેક વ્યક્તિ ખાસ વ્યંજનો બનાવવામાં વ્યસ્ત હોય છે જેથી તેનું નામ બજારમાં નામના મળી શકે અને પ્રખ્યાત પણ થઈ જાય. ભૂતકાળમાં, આવી ઘણી વાનગીઓની ચર્ચા થઈ હતી જે એટલી વિચિત્ર હતી કે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. આવી જ એક બીજી અજીબો ગરીબ વાનગી આ દિવસોમાં વાયરલ થઈ રહી છે. આ એક એવો સમોસા છે જેમાં બટેટાનો માવો ભરેલો નથી.
તમે સમોસા અને બટાકાના સંબંધ પર ઘણા ગીતો અને રમુજી જોક્સ સાંભળ્યા હશે. પરંતુ એક સ્ટ્રીટ ફૂડ વેન્ડર (ટ્રેન્ડિંગ ફૂડ વીડિયો)એ આ બંનેને એકબીજાથી અલગ કરી દીધા છે અને એક વિચિત્ર વાનગીની શોધ કરી છે. હાલમાં જ @khansaamaa નામના ટ્વિટર એકાઉન્ટ પર એક નવા પ્રકારના સમોસાનો ફોટો શેર કરવામાં આવ્યો છે જે બટાકાથી નહીં પણ બિરયાનીથી ભરેલો છે!
presenting biryani samosa pic.twitter.com/i5wBCrNF7Y
— ghalib e wosta (@khansaamaa) March 26, 2023
બિરયા સમોસાનો વીડિયો વાયરલ
બિરયાની અને સમોસા આ બે એવા ખોરાક છે કે જેના માટે કોઈ પણ વ્યક્તિ ના ન પાડી શકે. ત્યારે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરવામાં આવેલી આ પોસ્ટમાં એક વ્યક્તિ ચિકન બિરયાની બનાવે છે અને ફિલિંગ તરીકે એટલે કે સ્ટફિંગ તરીકે તે સમોસાની બનાવેલી રોટલીમાં ભરી દે છે. બિરયાની સમોસાની આ તસવીર પણ સામે આવી છે.
આ પણ વાંચો:પાપા કી પરીએ બાઈક સાથે કર્યો જબરદસ્ત સ્ટંટ ! વીડિયો જોઈ તમારી પણ આંખો ખુલ્લીને ખુલ્લી રહી જશે, જુઓ -Viral Video
વીડિયો પર લોકોની પ્રતિક્રિયા
આ પોસ્ટને 3 લાખથી વધુ વ્યૂઝ અને ઘણી પ્રતિક્રિયાઓ મળી ચૂકી છે. ઘણા લોકોએ લખ્યું કે આ શું છે ભાઈ?, સમોસા જોડે આવો અતરંગી સ્ટફ, ત્યારે કોઈએ કહ્યું છે કે ભાઈ આ બિરયાની અને સમોસાનું કોમ્બીનેશન એટલે કે બિરમોસા છે. જો કે, એવા લોકો પણ હતા જેમણે આ વાનગી જોઈ કહ્યું છે કે ભાઈ બહુ થયુ હવે, તો કોઈએ કહ્યું ભયંકર લાગે છે.
હેડલાઇન વાંચીને તમને આશ્ચર્ય થશે કે શું અમે મજાક કરી રહ્યા છીએ. પરંતુ બિરયાની સમોસા એક એવી વસ્તુ છે, જેને જોઈને ઈન્ટરનેટ યુઝર્સ ચોકી ગયા છે. લોકો સમોસામાં વિવિધ પ્રકારની ફિલિગ ભરતા હોય છે ત્યારે એક ભાઈએ તો ચીકન બિરયાની બનાવીને જ સમોસામાં ભરી દીધી.