Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: સ્ટેજ પર કાકાએ એવો ડાન્સ કર્યો કે જે કરતા પહેલા માઈકલ જેક્સન પણ દસ વાર વિચારશે

વાયરલ થઈ રહેલો વીડિયો એક કાકાનો છે, જેમણે ડાન્સ દરમિયાન એવા સ્ટેપ્સ બતાવ્યા હતા. જે કરતા પહેલા માઈકલ જેક્સન પણ દસ વાર વિચારશે, તમે સ્ટેપ્સ વિશે જે પણ કહો, પરંતુ કાકાને તેમના પ્રદર્શન અને આત્મવિશ્વાસ માટે પૂરા 100 નંબર મળવા જોઈએ.

Viral: સ્ટેજ પર કાકાએ એવો ડાન્સ કર્યો કે જે કરતા પહેલા માઈકલ જેક્સન પણ દસ વાર વિચારશે
Dance Viral Video (Image Credit Source: Instagram)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 6:47 AM

ડાન્સના શોખીન લોકોને કોઈ ખાસ પ્રસંગની જરૂર નથી, તેઓ ગમે ત્યાં અને ગમે ત્યારે શરૂ થઈ જતા હોય છે. તે ન તો જગ્યા જુએ છે અને ન ઉમર, જ્યાં તેમને તક મળે છે ત્યાં તેઓ ડાન્સ કરવા લાગે છે. બાય ધ વે, આપણા દેશમાં ડાન્સ પ્રેમીઓ (Dance Lovers)ની કોઈ કમી નથી. જ્યાં પણ ગીત સંભળાય કે તેમના પગ ઝુમવા લાગે છે. તેઓ એવા ઉત્સાહથી નૃત્ય કરે છે કે તેમની આસપાસનું બધું ભૂલી જાય છે અને ઘણી વખત આ લોકો એવા ડાન્સ સ્ટેપ્સને જન્મ આપે છે જેની ભાગ્યે જ કોઈ પ્રોફેશનલ ડાન્સે કલ્પના કરી હોય!

વાયરલ થઈ રહેલો વીડિયો એક કાકાનો છે, જેમણે ડાન્સ દરમિયાન એવા સ્ટેપ્સ બતાવ્યા હતા. જે કરતા પહેલા માઈકલ જેક્સન પણ દસ વાર વિચારશે, તમે સ્ટેપ્સ વિશે જે પણ કહો, પરંતુ કાકાને તેમના પ્રદર્શન અને આત્મવિશ્વાસ માટે પૂરા 100 નંબર મળવા જોઈએ.

રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?
રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?
મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો
હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી
Plant in pot : ઉનાળામાં ભૂલથી પણ આ ખાતરનો ઉપયોગ ન કરતા, છોડ સૂકાઈ શકે છે

વીડિયોમાં કેટલાક પ્રોફેશનલ ડાન્સર્સ સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા છે, આ દરમિયાન એક કાકા આવે છે અને તે ડાન્સર્સ સાથે ડાન્સ કરવા લાગે છે. પોતાના પરફોર્મન્સ દરમિયાન કાકા એવા સ્ટેપ્સ બતાવે છે કે ત્યાં હાજર લોકો જોરથી તાળીઓ પાડે છે. કાકાનો ડાન્સ એટલો મજેદાર છે કે બેક ડાન્સર પણ તેમના સ્ટેપ્સ ભૂલીને અંકલને જોવા લાગે છે.

આ વાયરલ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર praviningle45 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જે હવે સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે કારણ કે લોકો આ વીડિયોને વધુને વધુ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે.

એક યુઝરે કહ્યું કે ઉંમરની કોઈ મર્યાદા ન હોવી જોઈએ. દીલ યુવાન રહેવું જોઈએ, ઉંમર ગમે તે હોય..! બીજી તરફ અન્ય યુઝરે લખ્યું કે અંકલ જી નવી મૂનવોક સ્ટાઈલ લઈને આવ્યા છે, અદ્ભુત! અન્ય યુઝરે લખ્યું, ‘અંકલ ખરેખર એક લેજેન્ડ ડાન્સર છે. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયોની અલગ-અલગ રીતે પ્રશંસા કરી છે.

આ પણ વાંચો: ફરી એકવાર કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની મુશ્કેલીઓ વધી, હવે મુંબઈ મહાનગરપાલિકાએ મોકલી નોટીસ

આ પણ વાંચો: મહારાષ્ટ્રના પિંપરીમાં બીજેપી-એનસીપીના કાર્યકરો વચ્ચે ઘમાસાણ, દેવેન્દ્ર ફડણવીસની કાર પર ફેંકવામાં આવ્યુ ચપ્પલ

g clip-path="url(#clip0_868_265)">