આ ટેણિયાઓએ તો ભારે કરી ! કાર્યક્રમમાં બે બાળકો વચ્ચે થઈ જબરદસ્ત લડાઈ, લોકોએ કહ્યું ” નાની ઉંમરનો બદલો”

આજકાલ એક બાળકોનો રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે બાળકો જે રીતે ઝઘડી રહ્યા છે, તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

આ ટેણિયાઓએ તો ભારે કરી ! કાર્યક્રમમાં બે બાળકો વચ્ચે થઈ જબરદસ્ત લડાઈ, લોકોએ કહ્યું  નાની ઉંમરનો બદલો
Funny video goes viral

Funny Video: સોશિયલ મીડિયા પર અવારનવાર બાળકોના વીડિયો વાયરલ (Viral video) થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયોમાં બાળકોની ક્યુટનેસ તો કેટલાક બાળકોની હરકત યુઝર્સનું (Users) દિલ જીતી લે છે. પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બાળકોનું (Kids) અલગ જ રૂપ જોવા મળી રહ્યું છે. જેમાં બે બાળકો જે રીતે લડાઈ કરી રહ્યા છે, તે જોઈને તમને પણ હસવુ આવશે.

 

બાળકોએ ખરેખરનો બદલો લીધો

તમે બધાએ લડાઈના ઘણા વીડિયો જોયા હશે. જેમાં કેટલાક એવા વીડિયો હોય છે, જેને જોઈને ગુસ્સાને બદલે હસવું આવે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં (Video) પણ કંઈક આવુ જ જોવા મળે છે. આ વીડિયોમાં બે નાના બાળકો જોવા મળી રહ્યા છે, જેઓ પોતાના કરતા મોટી વ્યક્તિ સાથે છે. થોડીવાર બાદ બંને એકબીજાને ઘુરે છે અને બાદમાં એક બાળક પહેલા બીજા પર હુમલો કરે છે. રસપ્રદ વાત એ છે કે આ બાળક એ રીતે હુમલો કરે છે, જેને જોઈને તમને પણ હસવુ આવશે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર પણ શેર કરી રહ્યા છે. આ સાથે વીડિયો પર ફની કોમેન્ટ્સ કરતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર hasbi_english ના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.

 

પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યુ કે આ નાની ઉંમરનો બદલો લાગે છે, જ્યારે બીજા યુઝરે (User) લખ્યું, ભાઈ શું જૂની દુશ્મની છે, જે જન્મતાની સાથે જ શરૂ થઈ ગઈ. યુઝરે લખ્યું. આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Viral : નાની બાળકીએ ‘કુસુ કુસુ’ સોંગ પર કર્યો જબરદસ્ત ડાન્સ, બાળકીના એક્સપ્રેશન જોઈને તમે નોરા ફતેહીને પણ ભુલી જશો !

 

આ પણ વાંચો : 26/11ના હુમલાની 13મી વરસી પર ભારતે પાકિસ્તાન હાઈ કમિશનના રાજદ્વારીને તેડાવ્યા

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati