Viral : નાની બાળકીએ ‘કુસુ કુસુ’ સોંગ પર કર્યો જબરદસ્ત ડાન્સ, બાળકીના એક્સપ્રેશન જોઈને તમે નોરા ફતેહીને પણ ભુલી જશો !
તાજેતરમાં એક બાળકીના ડાન્સ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. આ બાળકીના ડાન્સ સ્ટેપ જોઈને તમે પણ દંગ રહી જશો.
Viral Video : સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો જોવા મળે છે. જેમાં કેટલાક રમુજી હોય છે, તો કેટલાક એટલા સુંદર હોય છે કે યુઝર્સ વારંવાર જોવાનું પસંદ કરે છે. તમે ઈન્ટરનેટ પર ઘણા બધા ડાન્સ વિડીયો (dance video) જોયા હશે, પરંતુ તાજેતરમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક નાની બાળકીએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે. આ બાળકી નોરા ફતેહીના (Nora Fatehi) સોંગ ‘કુસુ કુસુ’પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે.
બાળકીના ડાન્સે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી
તમે બધાએ સત્યમેવ જયતે 2 ફિલ્મનું કુસુ કુસુ સોંગ સાંભળ્યું જ હશે. હવે આ સોંગ પર એક બાળકીનો ડાન્સ વીડિયો(Dance Video) સોશિયલ મીડિયા પર છવાયેલો છે. વાયરલ વીડિયોમાં આ બાળકી નોરા ફતેહીની નકલ કરતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર tania_and_sony એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સને બાળકીનો અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.
જુઓ વીડિયો
View this post on Instagram
વીડિયો થયો વાયરલ
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે. નોરાના લોકપ્રિય સોંગ ‘કુસુ કુસુ ‘ પર એક નાની બાળકી ડાન્સ (Dance) કરી રહી છે. લોકોને આ વીડિયો એટલો પસંદ આવી રહ્યો છે કે તેઓ તેને વારંવાર જોવાનું પસંદ કરે છે. સત્યમેવ જયતે 2 ફિલ્મનું સોંગ કુસુ કુસુ હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યુ છે.યુઝર્સ આ સોંગ પર ડાન્સ કરીને રીલ શેર કરતા જોવા મળી રહ્યા છે.
આ ડાન્સ વીડિયોને અત્યારસુધીમાં હજારો વ્યુઝ મળી ચૂક્યા છે.યુઝર્સ (Users) આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.એક યુઝરે લખ્યુ કે, વાહ…શું એક્સપ્રેશન છે,જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, બાળકીનું ટેલેન્ટ જોઈને હું હેરાન છુ. આ સિવાય અન્ય યુઝર્સ પણ બાળકીની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : ગજબ દોસ્તી ! એક્સિડેન્ટ થયુ છતા દોસ્તના લગ્નમાં ડાન્સ કરવા પહોંચી ગયો આ વ્યક્તિ, જુઓ વાયરલ Video
આ પણ વાંચો : બાળક પહેલા ડોગી બોલતા શીખ્યો ‘મા’, આ ક્યૂટ વીડિયો જોઇને લોકોના ચહેરા પર આવ્યુ સ્મિત !