AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: ભારતમાં ખુલ્યું દેશનું પહેલું ‘Cockroach Cafe’, અંદરનો નજારો જોઈને લોકોના હોશ ઊડી ગયા

સોશિયલ મીડિયા પર અવારનવાર અનોખા બિઝનેસ આઈડિયા વાયરલ થતા રહે છે. એવામાં હાલમાં એક એવું કેફે ખુલ્યું છે કે, જેનું નામ સાંભળીને જ લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. જણાવી દઈએ કે, આ કેફેનું નામ 'Cockroach Cafe' છે. હવે નામ ભલે વિચિત્ર લાગે પણ તેની અંદરનો નજારો જોઈને લોકો તેના ફેન થઈ ગયા છે.

Trending Video: ભારતમાં ખુલ્યું દેશનું પહેલું ‘Cockroach Cafe’, અંદરનો નજારો જોઈને લોકોના હોશ ઊડી ગયા
Image Credit source: AI Generated
| Updated on: Aug 01, 2026 | 3:52 PM
Share

વાત જ્યારે ક્રિએટિવિટી કે પછી કોઈ વસ્તુને અલગ રીતે કરવાની આવે, ત્યારે બિહારના યુવાનોનો કોઈ જવાબ હોતો નથી. અવારનવાર સોશિયલ મીડિયા પર બિહારના અનોખા કારનામા અને અનોખા બિઝનેસ આઇડિયાના વીડિયો વાયરલ થતા રહે છે.

આવો જ એક નજારો નાલંદા જિલ્લાના હિલસા બાયપાસ પર જોવા મળ્યો છે, જ્યાં એક નવા ખુલેલા કેફેના નામે સોશિયલ મીડિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે. વાત એમ છે કે, આ અનોખા કેફેનું નામ ‘કોકરોચ કેફે’ (Cockroach Cafe) રાખવામાં આવ્યું છે.

વીડિયો થયો Viral

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેફેના મુખ્ય દ્વાર પર મોટા અક્ષરોમાં ‘COCKROACH CAFE’ લખેલું છે. પહેલી નજરે નામ વાંચીને ભલે કોઈને વિચિત્ર લાગે કે ખચકાટ થાય પરંતુ અંદરનો નજારો બિલકુલ અલગ છે. અંદર તો CAFE ને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. એન્ટ્રી ગેટ પર ફૂલોનું ડેકોરેશન અને ઝગમગતી લાઈટો લગાવવામાં આવી છે.

અંદર બેસવા માટે સોફા, મોર્ડન ખુરશીઓ અને રૂફટોપ સ્ટાઈલવાળી શેડ આપવામાં આવી છે. યુવાન મિત્રો અહીં બેસીને આરામથી ગપસપ કરતા અને પોતાની ચા-કોફીની મજા માણતા જોવા મળી રહ્યા છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં રોમેન્ટિક અને ટ્રેન્ડિંગ ગીતો વાગી રહ્યા છે, જે CAFE ના ચિલિંગ વાઇબને દર્શાવે છે. લોકો આ કેફેના નામ અને તેની સજાવટના કોન્ટ્રાસ્ટને જોઈને પણ હેરાન છે. જો કે, યુઝર્સ આની મજા પણ લઈ રહ્યા છે.

નાલંદાનું અનોખું CAFE

હવે આ કેફે લોકો વચ્ચે છવાયેલું છે અને યુઝર્સે રસપ્રદ કોમેન્ટ્સ કરવાનું ચાલુ કર્યું છે. એક યુઝરે લખ્યું કે, નામ ભલે કોકરોચ હોય પરંતુ અંદરની વાઇબ એકદમ ઈન્ટરનેશનલ છે. બીજા યુઝરે મજાક ઉડાવતા લખ્યું કે, અહીં ઓલઆઉટ કે હિટ તો ફ્રીમાં નથી મળતું ને? આજના ડિજિટલ યુગમાં કેફે અને રેસ્ટોરન્ટના માલિકો ગ્રાહકોને આકર્ષવા માટે અનોખા તેમજ અતરંગી નામોનો સહારો લે છે.

હિલસાના ‘કોકરોચ કેફે’ ના ફાઉન્ડરે પણ કદાચ આ જ વિચારીને CAFE નું નામ પસંદ કર્યું હશે, જેથી જે પણ બાયપાસ પરથી પસાર થાય, તેની નજર એકવાર આ નામ પર જરૂર પડે.

Trending Video : ટ્રેનમાં 2 કલાક ભીખ માંગીને યુવાનોએ કર્યો લાખોની કમાણીનો દાવો ! જુઓ Video

Follow Us
અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં
અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ
અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન
અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર,કાંકરિયા જળમગ્ન
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
સુરતમાં વિયરકમ કોઝ-વે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ કરાયો, જુઓ Video
જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર
જૂનાગઢના માંગરોળ બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયો ગાંડોતૂર
અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video
અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
g clip-path="url(#clip0_868_265)">