AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં અનરાધાર વરસાદથી શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા , જુઓ Video

Breaking News : અમદાવાદમાં અનરાધાર વરસાદથી શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા , જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2026 | 11:27 AM
Share

અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.નહેરુનગર, પાંજરા પોળ, આંબાવાડી ,પંચવટી, એલિસબ્રિજ, પાલડી, જમાલપુર ,નરોડા, નારોલ, વસ્ત્રાલ, બાપુનગર, મેમ્કો વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં રવિવારે સાંજે અચાનક વાતાવરણ પલટાયું અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. તોફાની પવન સાથે અનરાધાર વરસાદ તૂટી પડતાં સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે આજે ફરી અમદાવાદ શહેરમાં ફરીથી ધોધમાર વરસાદ શરુ થયો છે. પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. ત્યારેનહેરુનગર, વાડજ, નરોડા, નારોલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

તો સહજાનંદ કોલેજ પાસે રસ્તો બેસી ગયો હોવાની ઘટના સામે આવી છે. ચાર રસ્તા પર રસ્તો બેસી જતા અકસ્માતની શક્યતા છે.કોર્પોરેશને કોઈપણ પ્રકારનું બેરિકેડિંગ કે ચેતવણીસૂચક બોર્ડ પણ મૂકાયા ન હતા.

પાણી ભરાતાં વાહનવ્યવહાર ઠપ

ધોધમાર વરસાદ શરુ થતાં જ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા પણ સામે આવી રહી છે. થોડા જ વરસાદમાં રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દર્શ્યો સામે આવ્યા છે. પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનવ્યવહાર ઠપ થયો છે. તો અનેક વિસ્તારોમાં વાહનચાલકો અને સ્થાનિકોને મુશ્કેલી પડી હતી.પાણી ભરાવાને કારણે વાહનોની લાંબી કતારો લાગી અને ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે.

આગામી 3 કલાક ભારે

આગામી 3 કલાક ભારે વરસાદના એંધાણ છે.રાજ્યના 18 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ,મોરબી, ભાવનગર, વડોદરા, આણંદ, ખેડામાં રેડ એલર્ટ,અરવલ્લી, મહેસાણા, રાજકોટ, બોટાદ, અમરેલીમાં રેડ એલર્ટ તેમજ જૂનાગઢ, ગીરસોમનાથ, જામનગર, ભરૂચમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 

 

Breaking News: ચોમાસાના અંતિમ રાઉન્ડમાં મેઘરાજાની સાર્વત્રિક બેટિંગ, 240 તાલુકામાં વરસાદ અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">