AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર અને કાંકરિયા વિસ્તારો બન્યા જળમગ્ન, જુઓ Video

Breaking News : અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી! ખોખરા, હાટકેશ્વર અને કાંકરિયા વિસ્તારો બન્યા જળમગ્ન, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2026 | 1:37 PM
Share

પૂર્વમાં ખોખરા, હાટકેશ્વર અને કાંકરિયા સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ વરસાદના પાણી શાળાઓમાં પણ ફરી વળ્યા છે.

અમદાવાદ શહેર આજે વરસાદી પાણીમાં તરબોડ થઈ ગયુ છે. વહેલી સવારથી જ પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે પૂર્વમાં ખોખરા, હાટકેશ્વર અને કાંકરિયા સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ વરસાદના પાણી શાળાઓમાં પણ ફરી વળ્યા છે.

અમદાવાદની શાળાઓમાં ભરાયા વરસાદી પાણી

મળતી માહિતી મુજબ વરસાદની અસર ભાઈપુરા વોર્ડમાં જોવા મળી છે. અહીં આવેલી 2 શાળાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઉદગમ સ્કૂલ અને અર્ચના હાયર સેકન્ડરી સ્કૂલમાં પાણી હાલાકી સર્જાઈ છે. ત્યારે શાળા પરિસરને તાત્કાલિક ખાલી કરવાની ફરજ પડી હતી.

ખોખરા, હાટકેશ્વર અને કાંકરિયામાં પાણી જ પાણી

પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા સામે આવી છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. સ્થાનિક સ્તરે પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

વાહનવ્યવહાર ખોરવાયો

દરમિયાન, વરસાદના કારણે શહેરના કેટલાક માર્ગો પર વાહનવ્યવહારને પણ અસર થવાની શક્યતા છે. લોકોને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવા અને પાણી ભરાયેલા રસ્તાઓ પર સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે.

ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું બન્યું મુશ્કેલ! AI ટેસ્ટમાં 80% ફેલ, અમદાવાદમાં 55 દિવસનું વેઇટિંગ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">