AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: પાકિસ્તાનમાં ટેલેન્ટના નામે મીંડું… હોશિયારી મારવા ગયાને પોપટ થઈ ગયો, લાઈવ કેમેરા સામે જ જુગાડું કારે પોલીસ ગાડી ઠોકી

ટેકનોલોજીની દુનિયામાં દરરોજ અવનવા પ્રયોગો થઈ રહ્યા છે પરંતુ ક્યારેક અતિ-ઉત્સાહ અને અધૂરું જ્ઞાન ભારે પડી જતું હોય છે. કંઈક આવો જ ચોંકાવનારો નજારો પાકિસ્તાનમાં જોવા મળ્યો. આમાં પત્રકાર કેમેરા સામે ખૂબ જ ગર્વથી કારના સ્ટીયરીંગ-ફીચર્સના વખાણ કરી રહ્યો હતો પરંતુ અચાનક એક નાની ખામી સર્જાઈ અને આખો લાઈવ ડેમો અકસ્માતમાં ફેરવાઈ ગયો.

Trending Video: પાકિસ્તાનમાં ટેલેન્ટના નામે મીંડું... હોશિયારી મારવા ગયાને પોપટ થઈ ગયો, લાઈવ કેમેરા સામે જ જુગાડું કારે પોલીસ ગાડી ઠોકી
| Updated on: Sep 01, 2026 | 3:11 PM
Share

ટેકનોલોજીની દુનિયામાં દરરોજ નવા પ્રયોગો થઈ રહ્યા છે પરંતુ ક્યારેક અતિ-ઉત્સાહ અને ‘દેશી જુગાડ’ ભારે પણ પડી જાય છે. કંઈક આવો જ નજારો પાકિસ્તાન (Pakistan) ની રાજધાની ઈસ્લામાબાદમાં જોવા મળ્યો. અહીં એક ‘ડ્રાઈવરલેસ કાર’ નો લાઈવ ડેમો ચાલી રહ્યો હતો.

બધું બરાબર ચાલી રહ્યું હતું, પત્રકાર કારના ફીચર્સ ગણાવી રહ્યા હતા પરંતુ અચાનક કંઈક એવું બન્યું કે, લાઈવ ટેસ્ટ ‘અકસ્માત’ માં બદલાઈ ગયો. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો આના પર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વાસ્તવમાં, એબટાબાદના રહેવાસી ટેક-ઉત્સાહી અહસાન ઝફર દ્વારા વિકસાવવામાં આવેલી આ ઓટોમેટેડ કાર ટેક્નોલોજીનું લાઈવ ટેસ્ટ કરવામાં આવી રહ્યું હતું.

કારની આગળની સીટ પર પાકિસ્તાની પત્રકાર મુહમ્મદ આલિઝા બેઠો હતો અને કેમેરા સામે ખૂબ જ ગર્વથી બતાવી રહ્યો હતો કે, કારમાં કોઈ ડ્રાઈવર નથી-સ્ટીયરીંગ જાતે જ ફરી રહ્યું છે, હોર્ન વાગી રહ્યો છે અને ગાડી જાતે લેન બદલી રહી છે. કારને ઈન્ટરનેટ અને સેટેલાઈટ લિંક દ્વારા દૂર બેઠેલા ઓપરેટર વડે કંટ્રોલ કરવામાં આવી રહી હતી.

‘પત્રકાર’ પણ હેરાન

પત્રકાર કારના ‘ટેલેન્ટ’ ના વખાણ કરી જ રહ્યો હતો કે, અચાનક ગાડીનું સંતુલન બગડી ગયું. ઈન્ટરનેટ કનેક્શનમાં આવેલી એક નાની ટેકનિકલ ખામી અને કાર ઓપરેટરના હાથમાંથી બેકાબૂ થઈ ગઈ. કાર સીધી રસ્તા કિનારે ઉભેલી ઈસ્લામાબાદ પોલીસની વેન તરફ ઝડપથી આગળ વધવા લાગી.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સંકટ પારખીને પેસેન્જર સીટ પર બેઠેલા પત્રકારે ઉતાવળમાં હેન્ડબ્રેક ખેંચીને ગાડી રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. કાર સીધી જઈને પોલીસની ગાડીમાં અથડાઈ ગઈ.

ટેસ્ટિંગ દરમિયાન બેકાબૂ થઈ ‘Car’

અકસ્માતનો આ વીડિયો ઈન્ટરનેટ પર આવતા જ ઝડપથી વાયરલ થઈ ગયો. એક્સ પર આ વીડિયોને ww3mediaa નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર લોકો જોરદાર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. કેટલાક લોકો જ્યાં આના પર જોરદાર મીમ્સ બનાવી રહ્યા છે અને આને ‘પાકિસ્તાની ટેસ્લાનો કમાલ’ બતાવી રહ્યા છે.

બીજી તરફ પત્રકાર આલિઝાએ આને એક ગંભીર ચેતવણી માની છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ વીડિયો શેર કરવાનો હેતુ કોઈ ઈનોવેટરની મજાક ઉડાવવાનો નથી પરંતુ એ દર્શાવવાનો છે કે, આ પ્રકારની અધૂરી ટેક્નોલોજીનું વ્યસ્ત રસ્તાઓ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા વિના પરીક્ષણ કરવું કેટલું ખતરનાક અને જાનલેવા હોઈ શકે છે.

Trending Video : મીઠાઈ જોઈને કૂતરો પણ પોતાને રોકી ન શક્યો! કાઉન્ટર પર ચઢીને મોજથી ખાધી સ્વીટ્સ, જુઓ વાયરલ વીડિયો

Follow Us
4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન
4 માંગણીઓ સાથે શાળા સંચાલકોનું કલેક્ટરને આવેદન
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ
વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી શહેરનો પ્રથમ મોડેલ રોડ
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઈના વેપારીઓ સાથે ઓશિયા મોલના સંચાલકની ઠગાઈ!
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
Breaking News : નવરાત્રીમાં પણ વરસાદ બોલાવશે રમઝટ !
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
સોમનાથ મંદિર, ખાનપુર ભાજપ કાર્યાલયને બોંબથી ઉડાવી દેવાની ધમકી
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
Breaking News : ​ભારે વરસાદથી જંગલમાં યાત્રાળુ ફસાયા
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
દુષ્કાળના ઓળા, દેશના કેટલાય રાજ્યોમાં અપૂરતા વરસાદથી અછતની સ્થિતિ !
રાજ્યમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાળ, 2 હજાર કર્મચારીઓ હડતાળ પર
રાજ્યમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાળ, 2 હજાર કર્મચારીઓ હડતાળ પર
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
g clip-path="url(#clip0_868_265)">