બળદનો ભાર ઓછો કરવા માટે બજારમાં આવ્યો રોલિંગનો સહારો, અનોખી શોધ જોઈ લોકોએ કર્યા જોરદાર વખાણ

Viral photo : સોશિયલ મીડિયા પર હાલમાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક અનોખી શોધ દેખાય છે. આ શોધથી બળદનું કામ ઓછું થશે અને તેમનો ભાર ઓછો થશે.

બળદનો ભાર ઓછો કરવા માટે બજારમાં આવ્યો રોલિંગનો સહારો, અનોખી શોધ જોઈ લોકોએ કર્યા જોરદાર વખાણ
Viral PhotoImage Credit source: TWITTER
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 8:40 PM

આપણા દેશમાં યુવાનોની સંખ્યા વધારે છે. દેશના યુવાનો પોતાના ટેલેન્ટને કારણે દુનિયાભરમાં જાણીતા છે. ઓછું ભણેલા લોકો પણ ઘણીવાર પોતાના મગજનો એવો ઉપયોગ કરે છે, કે તેમનો દેશી જુગાડ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે. આપણો દેશ કૃષિપ્રધાન દેશ પણ કહેવાય છે અને આખા દેશના લોકો ખેડૂતોનો ખુબ આદર કરે છે. કારણ કે તેમના થકી જ આખા દેશને અનાજ મળે છે. અને તેના બળદોને એટલા જ આદરથી લોકો જુએ છે. કેટલાક રાજ્યોમાં તો બળદની પૂજા પણ કરવામાં આવે છે. ખેડૂત પણ પોતાના બળદની વધારે કાળજી રાખે છે અને દરેક પ્રયાસ કરે છે કે જ્યારે તે કામ કરે ત્યારે તેને ઓછામાં ઓછો ભાર ઉઠાવો પડે, ઘણી વખત તેના માટે જુગાડનો (Desi Jugad) ઉપયોગ કરવામાં આવે છે, તાજેતરમાં આવા જ એક જુગાડનો ફોટો વાયરલ (Viral photo) થયો છે. આ જુગાડથી બળદને અનેક ઘણી રાહત મળશે.

આપણે સૌ જાણીએ છીએ કે, ખેડૂત માટે બળદો બારે મહિના કામ કરે છે. બળદોના બળદ ગાડા પણ તમે જોયા હશે. બળદો કેટકેટલો ભાર ઉઠાવીને ખેડૂતો માટે કામ કરતા હોય છે. હાલમાં એક ફોટો વાયરલ થયો રહ્યો છે. જેમાં બળદો માટે એક રોલિંગ સપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેના દ્વારા બળદગાડાનું વજને બળદના ખભા પરથી હળવુ કરવામાં મદદ કરશે. જુઓ તેનો ફોટો.

આ પણ વાંચો

આ રહ્યો વાયરલ ફોટો

IAS ઓફિસર અવનીશ શરણ ઘણીવાર પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આવા વાયરલ ફોટો શેર કરી ચૂક્યા છે. આ ફોટો પણ તેમણે શેર કર્યો છે. આ ફોટોને અનેક લોકોએ રીશેર કર્યુ છે, લાઈક કર્યુ છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

આ રહી લોકોની પ્રતિક્રિયા

એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરીને લખ્યું, ‘જો તમે સાથે રહેવા માંગતા હોવ તો તમારા પાર્ટનરનો બોજ આ રીતે ઓછો થઈ જાય છે.’ બીજા એક યુઝરે લખ્યું કે, ‘આ શોધ ઘણા સમય પહેલા થઈ જવી જોઈતી હતી.’ નજીકના સમયમાં દેશના ખૂણે ખૂણે બળદ માટે આવા જુગાડનો ઉપયોગ થાય તો નવાઈ નહીં.

g clip-path="url(#clip0_868_265)">