સ્ટંટ પડ્યો ભારે, નદીના પૂરમાં પુલ ઉપરથી કુદ્યો યુવાન, દોસ્તો બનાવી રહ્યાં હતા વીડિયો, હજુ સુધી નથી મળ્યો મૃતદેહ, જુઓ વીડિયો

ચોમાસાની ઋતુમા સમયે દેશના વિભિન્ન રાજ્યોમાં ભારે વરસાદ વચ્ચે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ચારેબાજુ પાણી જ પાણી દેખાય છે. નદીઓ અને નાળાઓ છલકાઈ ગયા છે. રસ્તાઓ અને પુલો ઉપરથી પાણી વહી રહ્યા છે.

સ્ટંટ પડ્યો ભારે, નદીના પૂરમાં પુલ ઉપરથી કુદ્યો યુવાન, દોસ્તો બનાવી રહ્યાં હતા વીડિયો, હજુ સુધી નથી મળ્યો મૃતદેહ, જુઓ વીડિયો
young man jumps into the river for a stunt
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 9:49 AM

મહારાષ્ટ્ર (Maharatra)માં ભારે વરસાદ વચ્ચે પૂરની સ્થિતિ છે. ચારેબાજુ પાણી જ પાણી દેખાય છે. નદીઓ અને નાળાઓ છલકાઈ ગયા છે. રસ્તાઓ અને પુલો ઉપરથી પાણી વહી રહ્યા છે. પૂરના ઘૂઘવતા પાણીમાં કેટલાક યુવાનો તેનો વીડિયો (Video) બનાવવાની પ્રક્રિયામાં સ્ટંટ (stunt) પણ કરી રહ્યા છે. આવો જ એક વીડિયો માલેગાંવનો વાઈરલ (viral video) થઈ રહ્યો છે, જ્યાં 23 વર્ષના યુવકને પૂરના પાણીમાં નદી ઉપરથી કુદવાના ખતરનાક સ્ટંટ કરવાનુ ભારે પડ્યુ છે. બ્રિજ પરથી નઈમ અમીન નામનો યુવક પુલ પરની રેલીગ ઉપરથી નદીમાં કૂદી પડે છે, ત્યાર બાદ તેને કંઈ ખબર નથી. આ સમયે તેના મિત્રો તેનો વીડિયો બનાવી રહ્યાં હતા. નદીમાં કુદયા બાદ નઈમનો અત્તોપત્તો નથી ગુરુવારે મોડી રાત સુધી અધિકારીઓએ તેની શોધખોળ પણ કરી હતી, પરંતુ તે ક્યાંય મળ્યો નથી.

અન્ય ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં એક અઠવાડિયાથી વધુ સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ પુણે, નાસિક અને અન્ય ત્રણ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. પાલઘર જિલ્લાના વસઈ શહેરમાં ગઈકાલે ભૂસ્ખલનમાં એક વ્યક્તિ અને તેની પુત્રીનું મોત થયું હતું. આ સિવાય ગોંદિયા જિલ્લામાં ચાર લોકો પૂરના પાણીમાં વહી ગયા હતા.

હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે

ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ ભારત, મધ્ય ભારત અને દ્વીપકલ્પના સાત અન્ય રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. 22 નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી જવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. નદીઓ નજીક રહેતા લોકો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. તેમને કહેવામાં આવ્યું છે કે તેઓ હવે નદીઓમાં નહાવા ના જાય. જ્યારે પાણી ઓછું હોય ત્યારે જ નદી કિનારે જાઓ.

આ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર

મહારાષ્ટ્રના પાલઘર, પુણે અને સતારા જિલ્લામાં આજે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બીજી તરફ મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, નાસિક, કોલ્હાપુર, અકોલા, અમરાવતી, ભંડારા, બુલઢાના, ચંદ્રપુર, ગઢચિરોલી, ગોંદિયા, નાગપુર, વર્ધા, વાશિમ અને યવતમાલમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

99 લોકોએ જીવ ગુમાવ્યા છે

મહારાષ્ટ્રમાં વરસાદને કારણે NDRFની કુલ 14 ટીમો અને SDRFની 6 ટીમો તહેનાત કરવામાં આવી છે. તો, મહારાષ્ટ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યાનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ ચાર લોકોના મોત બાદ, મૃત્યુઆંક 99 પર પહોંચી ગયો છે. 181 પશુઓના મોત થયા છે. 7,963 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">