AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: આગના ગોળાથી આ વ્યક્તિ રમવા જઈ રહ્યો હતો ગોલ્ફ, પછી ભાગવું પડ્યું ભારે !

તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે આગ સાથે ક્યારેય રમવું જોઈએ નહીં અને કદાચ રમવાના કેટલાક પરિણામો પણ તમે જોયા હશે. વાયરલ થઈ રહેલો વીડિયો પણ કંઈક આવો જ છે.

Viral Video: આગના ગોળાથી આ વ્યક્તિ રમવા જઈ રહ્યો હતો ગોલ્ફ, પછી ભાગવું પડ્યું ભારે !
Funny Viral Videos
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 9:50 AM
Share

સોશિયલ મીડિયા (Social Media) પર દરરોજ હજારો વીડિયો અપલોડ થાય છે, પરંતુ તેમાંથી થોડા જ વીડિયો વાયરલ (Viral Videos) થાય છે, જેને લોકો જોવાનું પસંદ કરે છે. કેટલાક વીડિયો ખૂબ જ ફની હોય છે તો કેટલાક ઈમોશનલ હોય છે, જેને જોઈને લોકોની આંખોમાં આંસુ પણ આવી જાય છે. જો કે મોટાભાગના લોકોને ફની વીડિયો જ ગમે છે અને સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો છે.

ફેસબુક (Facebook) હોય, ઇન્સ્ટાગ્રામ (Instagram) હોય કે ટ્વિટર (Twitter) આ બધા પ્લેટફોર્મ પર ફની વીડિયો (Funny Viral Videos) અવારનવાર જોવા મળે છે. આવો જ એક ફની વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે હસવું રોકી શકશો નહીં.

તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે આગ સાથે ક્યારેય રમવું જોઈએ નહીં, અને કદાચ રમવાના કેટલાક પરિણામો પણ તમે જોયા હશે. વાયરલ થઈ રહેલો વીડિયો પણ કંઈક આવો જ છે. જેમાં એક વ્યક્તિ આગ સાથે રમતો જોવા મળી રહ્યો છે, પરંતુ તે પછી શું થયું, તેણે પોતે પણ આ વિશે વિચાર્યું નહીં હોય.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ હાથમાં ગોલ્ફ સ્ટીક પકડીને ગોલ્ફ સ્ટીક વડે સળગતી વસ્તુને મારી રહ્યો છે, પરંતુ જેવું જ તે આગ પર મારે છે આગ સંપૂર્ણ રીતે ફેલાઈ જાય છે અને તેના ટી-શર્ટમાં પણ આગ લાગી જાય છે. આ પછી, તે તરત જ ભાગે છે અને નદીમાં કૂદી પડે છે, જેથી આગ બુઝાઈ જાય છે.

ત્યારે બીજો વ્યક્તિ આ જોઈ જોરથી હસવા લાગે છે. જો કે વિચારવા જેવી વાત એ છે કે જો આજુબાજુ પાણી હાજર ન હોત તો વ્યક્તિની આગ સાથે રમતનું આ કૃત્ય ભારે પડી શકે તેમ હતું.

View this post on Instagram

A post shared by Best Fails (@best.failsever)

આ ફની, પરંતુ આશ્ચર્યજનક વીડિયોને Instagram પર best.failsever નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 47 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ બોક્સમાં હસતા ઈમોજી શેર કર્યા છે. તો ઘણા આ હરકતની મજાક પણ ઉડાવી રહ્યા છે.

આ વીડિયોથી એ પણ જાણી શકાય છે કે આગ ખૂબ જ ખતરનાક વસ્તુ છે, જેની સાથે ક્યારેય રમત ન કરવી જોઈએ. આગની એક નાની ચિનગારી પણ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. તેથી આગથી દૂર રહેવું વધુ સારું છે.

આ પણ વાંચો: Bangladeshi Arrested: BSFએ ભારતીય સરહદમાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા 7 બાંગ્લાદેશી નાગરિકોની કરી ધરપકડ

આ પણ વાંચો: PM Fasal Bima Yojana: તમે સરળતાથી જાણી શકો છો તમારા પ્રિમીયમની રકમ, આ રહી સરળ રીત

g clip-path="url(#clip0_868_265)">